GSTV
News Trending World

હું ભારત સાથેના સંબંધોને ધરતી પરની સૌથી નજીકની ભાગીદારી બનાવવા કટિબદ્ધ, બાઈડને ભારતના કર્યા વખાણ

જાપાનના ટોક્યોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારત સાથે સંબંધો વધુ મજબૂત કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું ભારત સાથેના સંબંધોને ધરતી પરની સૌથી નજીકની ભાગીદારી બનાવવા કટિબદ્ધ છું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું હતું કે, અમે યુક્રેન પર રશિયાના ક્રુર હુમલા બાબતે પણ ચર્ચા કરીશું. હું આ બાબતે વાતચીત કરવા માટે બહુ ઉત્સુક છું. બે દેશો ભેગા મળીને ઘણું બધુ કરી શકે છે અને કરશે પણ ખરા.

જાપાનમાં ક્વાડની બેઠક દરમિયાન પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે પણ મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન બાઈડને કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી સાચા અર્થમાં એક બીજાના વિશ્વાસની ભાગીદારી છે. બંને દેશના એક સમાન હિતો અને મૂલ્યોના કારણે આ વિશ્વાસનુ બંધન વધારે મજબૂત થયું છે.

તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે, અમે યુએસ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન માટે ભારતમાં કામ ચાલુ રાખવા, વેક્સીન પ્રોડક્શન માટે, ક્લીન એનર્જી માટેના કરાર કરી ચુકયા છે. ભારત અને અમેરિકા ભેગા થઈને ઘણું બધું કરી શકે છે. અમે ભારત સાથે મળીને દુનિયાની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ મિત્રતા કરવા માટે કટિબધ્ધ છે.

બાઈડને પીએમ મોદી સામે રશિયા અને યુક્રેન યુધ્ધનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, યુક્રેન પર રશિયાના અન્યાયી અને ક્રુર આક્રમણના કારણે સમગ્ર દુનિયાની ઈકોનોમી પર પડેલા પ્રભાવની ચર્ચા કરી છે અને તેની નકારાત્મકતા કેવી રીતે ઓછી કરી શકાય તેના પર અમેરિકા અને ભારત વાતચીત કરવાનું ચાલું રાખશે.

Read Also

Related posts

રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા

pratikshah

સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું

Damini Patel

અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને  સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું

pratikshah
GSTV