GSTV
Home » News » અમદાવાદની મુલાકાતે આવેલા આ ફિલ્મકારે કહ્યું હા હું મોદીનો સમર્થક છું

અમદાવાદની મુલાકાતે આવેલા આ ફિલ્મકારે કહ્યું હા હું મોદીનો સમર્થક છું

અમદાવાદની ખાનગી કોલેજમાં હાજરી આપવા આવેલા વિવેક અગ્નિહોત્રીની NSUI નેતાઓએ ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. અને ફુલ ફેંકીને વિરોધ દર્શાવ્યો હતો. આ સમયે પોલીસ અને NSUI વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. કાર્યક્રમ દરમિયાન વિવેક અગ્નિહોત્રીએ MEE TOO અંતર્ગત તેમનાં પર થયેલા આક્ષેપોને નકાર્યા હતા. આક્ષેપ કરનાર પર તેમણે ક્રિમિનલ ડિફરમેશન કેસ કર્યો છે. તેમણે કહ્યું કે Mee too સારું અભિયાન છે. પણ તેનો મિસ યુઝ ન થવો જોઈએ.

કોંગ્રેસ, સોનિયા અને રાહુલ ગાંધીની આકરી ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસે દેશને લૂંટયો છે. જો કોંગ્રેસનો વિરોધ કરવાથી મોદી સમર્થક કહેવાતું હોય તો હું છું. તેમને અર્બન નક્સલવાદનો પણ વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે દેશ વિરોધી તત્વોને પણ અર્બન નક્સલ કહી શકાય. તેમની આવનારી ફિલ્મ તાશ્કંદ વિશે પણ વાત કરી હતી. 4 વર્ષ સુધી RTI કર્યા બાદ જવાબ ન મળતા લાલ બહાદુર શાસ્ત્રીના જીવન નહી પણ મૃત્યુ પર ફિલ્મ બનાવી છે. જે શાસ્ત્રીના મૃત્યુના રહસ્યો વિશે હશે. અમદાવાદ સાથે પણ પોતાના સંસ્મરણો અગ્નિહોત્રીએ વાગોળ્યા હતા.

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

બારડોલી : ભાજપ મહામંત્રીની કારે રાહદારીને મારી ટક્કર, કારમાથી મળી આવી દારૂની બોટલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!