GSTV
Home » News » આકર્ષક કિંમત અને દમદાર ફિચર્સ Hyundaiની નવી SUV Venue લૉન્ચ, જાણો ખૂબીઓ

આકર્ષક કિંમત અને દમદાર ફિચર્સ Hyundaiની નવી SUV Venue લૉન્ચ, જાણો ખૂબીઓ

Hyundai Venue SUV

Hyundai Venue SUV  ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારમાં બેસ્ટ ફિચર્સ આપવામાં આવ્યા છે અને તેની કિંમત પણ 6.50 લાખથી શરૂ થાય છે. Hyundai Venue નાં ટોપ મોડેલની દિલ્હી એક્સ શોરૂમ કિંમત રૂપિયા 11.10 લાખ છે.

કંપનીએ 3 વર્ષની વોરંટની જાહેરાત કરી

 • Hyundai એ નવી Venue સાથે 3 વર્ષની વોરંટીની પણ જાહેરાત કરી છે જેનાથી 3 વર્ષ સુધી નિઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવશે.
 • Hyundai Venue માં એક વિશાળ કાસ્કેડિંગ ગ્રીલ સ્થાપિત કરવામાં આવી છે, જે ક્રોમ વર્ક સાથે આવે છે.
 • આ ઉપરાંત કારમાં સ્પ્લિટ હેડલેમ્પસવાળા પ્રોજેક્ટર લેન્સ કારના ટોપ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
 • કારને મજબૂત દેખાવ આપવા માટે તેમાં આકર્ષક વ્હીલ આર્કસ સાથે પાછળના ભાગે સ્પોર્ટી એલઇડી ટેલલાઈટ્સ આપી છે.

Hyundai Venueમાં એડવાન્સ ફિચર્સ

 • Hyundai ઈન્ડિયાએ નવી SUV Venue ને થોડી મોટી સાઈઝમાં બનાવી છે.
 • કારમાં અદ્યતન હાઈસ્ટ્રેન્થ સ્ટીલ અને ઉચ્ચ ગુણવત્તા સાથે લગભગ 69% સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 • કારમાં વાયરલેસ ચાર્જિંગ, એર પ્યુરિફાયર, એચડી ડિસ્પ્લે સ્ક્રીન, ઇકો-કોટિંગ, અર્કામિસ (Arkamis) સાઉન્ડ, વ્હીલ એર કર્ટન્સ સહિતનાં ફીચર્સ સામેલ છે.
 • Hyundai એ નવી Venue માં એડવાન્સ ફીચર્સ પણ આપ્યા છે.
 • કારમાં વોડાફોન-આઈડિયા સાથે ટાઈઅપ કરી ઓટો ક્રેશ નોટિફિકેશન, ગભરાટ નોટિફિકેશન, SOS/ઇમર્જન્સી સહાય, સ્ટોલન વ્હીકલ ટ્રેકિંગ સાથે ઈમોબિલાઈઝેશન જેવા અનેક ફીચર્સ પણ જોડ્યા છે.
 • Hyundai ઈન્ડિયાએ તેનાં ડીલરશીપ ખાતે અગાઉથી જ બુકિંગ શરૂ કરી દીધું હતું.

કાર હાઈટેક ફિચર્સથી સજ્જ

 • આ કારની કેબિનમાં રિમોટ એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ, રિમોટ ક્લાઈમેટ કન્ટ્રોલ, અવાજ ઓળખાણ, વાહન રિલેશનશિપ મેનેજમેન્ટ જેવા હાઇટેક ફીચર્સ ઉપલબ્ધ છે.
 • કારમાં ક્રુઝ નિયંત્રણ, પાછળના ભાગે એસી વેન્ટ્સ, કોર્નિંગ લેમ્પસ, ઇલેક્ટ્રિક સનરૂફ અને કૂલ્ડ ગ્લોવ્ઝ આપ્યા છે.
 • SUVમાં 8-ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ આપી છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટીથી સજ્જ છે.
 • કારનું કેબિન સંપૂર્ણપણે કાળા કલરનું છે, જ્યારે કારનું વૈશ્વિક મોડેલ ડ્યુઅલ-ટોન ઈન્ટિરિઅર સાથે આવે છે.
 • કારમાં થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, ગિયર શિફ્ટ નોબ અને એરકોન વેન્ટસને ચાંદીનો ઢોળ આપવામાં આવ્યો છે.

ત્રણ એન્જિન વિકલ્પ

 • આ Venue માં ત્રણ એન્જિન વિકલ્પ આપ્યા છે, જેમાં પ્રથમ 1.0-લિટર ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન જે 118bhp પાવર અને 172 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.
 • આ એન્જિન 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશનથી સજ્જ છે જે Hyundai ઇન્ડિયા દ્વારા પ્રથમ વખત પ્રદાન કરવામાં આવ્યું છે.
 • બીજા ઓપ્શનમાં 1.2-લિટર નેચરલ ઈન્સ્પાયર્ડ પેટ્રોલ એન્જિન લગાવ્યું છે જે 82bhp પાવર અને 114Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.
 • ત્રીજો ઓપ્શન 1.4-લિટર ડીઝલ એન્જિનનો છે જે, 89bhp પાવર અને 220Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.

Read Also

Related posts

વિમા ધારકોને મળશે આ એક મોટો ફાયદો, ઈરડાએ આપી દીધા આ આઝાદી

NIsha Patel

JioPhone યુઝર્સને લાગશે મોટો ઝટકો, કંપનીએ સૌથી સસ્તો પ્લાન કર્યો દૂર

Dharika Jansari

મંદી બાદ મોંઘવારી બનશે મોદી સરકારનો માથાનો દુખાવો, બદલાઈ રહ્યાં છે દેશમાં સમીકરણો

Karan
Do NOT follow this link or you will be banned from the site!