GSTV
Home » News » Hyundai Santro એ કરી કમાલ! Maruti અને Tataની આ કાર્સને પણ પાછડ ધકેલી દિધી

Hyundai Santro એ કરી કમાલ! Maruti અને Tataની આ કાર્સને પણ પાછડ ધકેલી દિધી

દક્ષિણ કોરિયાની અગ્રણી કાર નિર્માતા કંપની હ્યુંડાઇએ ગત વર્ષે ભારતીય માર્કેટમાં પોતાની કોમ્પેક્ટ હૈચબૈક કાર Hyundai Santro લોન્ચ કરી હતી. એક વખત ફરી  સેન્ટ્રોએ ભારતીય બજારમાં જબરદસ્ત વાપસી કરી છે. આ કારે વેચાણનાં મામલામાં  ગત એપ્રિલ માસમાં Maruti Celerio અને Tata Tiago ને પણ પાછળ રાખી દિધી છે.

ગત એપ્રિલ માસમાં Hyundai Santroની કુલ 6,906 યુનિટ્સનું વેચાણ  કર્યુ છે. તેમજ Maruti Celerio  માંડ માંડ 6,668 યુનિટ્સ સુધી પહોંચી છે. આ સિવાય એપ્રિલ મહિનામાં Tata Tiago ની કુલ 5,309 યુનિટ્સ વેંચાણા છે. અને Maruti Ignis ની માત્ર 2,497 યુનિટ્સ વેચી ચુકી છે.

જો કે કોમ્પૈક્ટ હૈચબૈક સેગ્મેન્ટમાં ટોપ પર મારૂતિ સ્વિફ્ટનો કબ્જો રહ્યો છે. એપ્રિલ મહિનામાં કંપનીએ કુલ 15,776 સ્વીફ્ટ કારનું વેંચાણ કર્યુ છે. મારૂતિ સેન્ટ્રો ખુબ ઝડપે ગ્રાહકો વચ્ચે લોકપ્રિયતા મેળવી રહિ છે. જે કારને 68 bhp પાવર અને 99 Nmનું ટોક પ્રોવાઇડ કરે છે.

આ સિવાય કારમાં કંપનીએ ખુબ જ સારા ફિચર્સ સામેલ કર્યા છે. જેમાં 7 ઇંચનો ટચસ્ક્રિન ઇંફોટેનમેંટ આપવામાં આવે છે. જેને તમે સરળતાથી Apple Car Play અને Android Auto થી કનેક્ટ કરી શકાય છે. સેફ્ટી ફિચર્સની વાત કરીએ તો આ કારમાં ડ્યુઅલ એરબૈગ, એન્ટીલોક બ્રેકિંગ સીસ્ટમ, રિયર પાર્કિંગ સેન્સર  અને કેમેરા જેવા અનેક ફિચર્સ  આપવામાં આવે છે. આ કારની શરૂઆતી કિંમત 3.90 લાખ રૂપિયા છે.

READ ALSO

Related posts

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!