GSTV

Hyundaiની આ આકર્ષક સેડાન કાર પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો તેનાં ફીચર્સ અને સ્પેશિફિકેશન

ભારતીય બજારમાં જાણીતી ફોર-વ્હીલર ઉત્પાદક હ્યુન્ડાઇ તેની સેડાન હ્યુન્ડાઇ એલેન્ટ્રાની ખરીદી પર ભારે છૂટ આપી રહી છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે હ્યુન્ડાઇ એલેન્ટ્રાના સ્પેશિફિકેશન અને ડાઈમેંશન કેવા છે સાથે જ આ સેડાનની કિંમત કેટલી છે.

એન્જિન અને પાવર

એન્જિન અને પાવરની દ્રષ્ટિએ, હ્યુન્ડાઇ એલેન્ટ્રામાં 1999ccનું 4-સિલિન્ડરવાળું DOHC with Dual VTVT BS6 એન્જીન છે જે 6200 Rpm પર 152 psનો પાવર અને 4000 Rpm પર 19.6 Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિશે વાત કરવામાં આવે તો એન્જિન 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે.

ડાઈમેંશન, બ્રેકિંગ સિસ્ટમ અને સસ્પેંશન

ડાઈમેંશનની વાત કરીએ તો, Hyundai Elantraની લંબાઈ 4620mm, પહોળાઈ 1800 mm, વ્હીલબેસ 2700 mm અને ફ્યુઅલ ટેન્કની વાત કરવામાં આવે તો 50 લીટરની ક્ષમતાવાળું ફ્યુઅલ ટેંક આપવામાં આવ્યુ છે. બ્રેકિંગ સિસ્ટમના મામલામાં હ્યુન્ડાઈ એલાન્ટ્રાના ફ્રંટમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે અને રિયરમાં ડિસ્ક બ્રેક છે. સસ્પેંશનની વાત કરવામાં આવે તો આ કારનાં ફ્રંટમાં મેકફર્શન સ્ટ્રટ સસ્પેંશન આપવામાં આવ્યુ છે. અને રિયરમાં કપલ્ડ ટોર્શિયન બીમ એક્સલ સસ્પેંશન આપવામાં આવ્યુ છે.

કિંમત અને ઓફર

કિંમતની વાત કરવામાં આવે તો, Hyundai Elantraની શરૂઆતની કિંમત 15,89,000 રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ) છે. ઓફરની વાત કરવામાં આવે તો Hyundai કંપની Hyundai Elantraના પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટની ખરીદી પર 2,50,000નો ફાયદો આપી રહી છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!