GSTV
Gujarat Government Advertisement

Hyundai ની કાર પર મળી રહ્યું છે 1.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કયા મોડલ પર કઈ છે ઓફર?

Hyundai

Last Updated on April 15, 2021 by Pritesh Mehta

જો તમે પણ હમણાં નવી કાર લેવાનું વિચારી રહ્યા હોવ અને તમે પણ ડિસ્કાઉન્ટ ઓફર્સ વિષે જાણવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર એ છે કે Hyundai Motor પોતાની અનેક કાર્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ લાઈને આવ્યું છે. જેનો ફાયદો તમે આ મહિનાથી જ ઉઠાવી શકો છો.

હ્યુન્ડાઇ જે કારો પર છૂટ આપી રહી છે તેમાં Grand i10 Nio, Hyundai Santro, Hyundai Kona સામેલ છે. આ ઓફર્સમાં ગ્રાહક પસંદગીના મોડલ્સની ખરીદી પર 1.50 લાખ રૂપિયા સુધીની છું મેળવી શકો છો. તો તો ચાલો એક એક કરીને હ્યુન્ડાઇની તમામ કાર પર મળતી ઓફર્સ વિષે જાણીએ.

Grand i10 NIOS પર 45 હજાર સુધીની છૂટ

Grand i10 NIOS પર તમને 450000 સુધીનો ફાયદો મળી રહ્યો છે. આ ઓફર બંને ટર્બો પેટ્રોલ વેરિયંટ પર મળી રહી છે. આ મોડેલના પેટ્રોલ મોડલ પર કંપની 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમાં એક્સચેન્જ બોનસ, કેશ ડિસ્કાઉન્ટ સાથે કોર્પોરેટ ઓફર પણ આપવામાં આવી રહી છે. તેના સીએનજી વેરિયંટ પર 20 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ છે. તેની સાથે 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસની પણ ઓફર છે. આ કાર 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન સાથે પણ આવે છે. ગ્રાન્ડ i10ની બજાર કિંમત 5.19 લાખથી લાઈએ 8.40 લાખ રૂપિયા છે.

Hyundai Santro પર 15 હજારની બચત

હ્યુન્ડાઇની એન્ટ્રી લેવલ કાર સેન્ટ્રો પર કંપની 150000 રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. આ કાર પર કેશ ડિસ્કાઉન્ટ થી લઈને એક્સચેન્જ બોનસ અને અનેક વધારાના ફાયદા પણ છે. હ્યુન્ડાઇ સેન્ટ્રો માં કંપની 1.1 લીટરનું પેટ્રોલ એન્જીન છે. બજારમાં તેઈ કિંમત 4.67 લાખથી લઈને 6.35 લાખ રૂપિયા સુધીની છે.

Hyundai Aura, Hyundai i20 પર 15 હજાર સુધીનો ફાયદો

Hyundai Aura અને Hyundai i20 પર પણ ગ્રાહકોને છૂટ મળી રહી છે. Aura પર 15 હજાર રૂપિયા સુધીનો ફાયદો છે. તો, નવી લોન્ચ કરવામાં આવેલ હ્યુન્ડાઇ i20 પર 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ એ પાંચ હજાર રૂપિયાના કોર્પોરેટ બેનીફીટ પણ છે. આ લાભ કેટલાંક વેરિયંટ પર જ છે. કંપની Creta, Tucson, Elantra અથવા Verna પર પણ કોઈ ડિસ્કાઉન્ટ નથી આપી રહી.

Hyundai Kona પર 1.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

Hyundaiની ઇલેક્ટ્રિક SUV Kona પર 1.50 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કોના વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવી હતી. આ કારની કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે. હ્યુન્ડાઇ  Kona માં 39.2kWh ની ક્ષમતા ની બેટરી પેક નો ઉપયોગ થાય છે. જે 136PS ની દમદાર પાવર અને  395Nm નો ટૉર્ક જનરેટ કરે છે, આ ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 452 કિલોમીટર સુધી ચાલી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!