GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

Hyundai કંપની આપી રહી છે જબરદસ્ત ઓફર, તમે ક્યાંક ચૂકી ન જતાં

Hyundaiએ તાજેતરમાં જ તેની નવી Grand i10 Niosને ભારતમાં લોન્ચ કરી છે. જોકે આ એડવાન્સ કાર અને તેમાં નવા ફીચર્સ પણ સામેલ કર્યા છે. પરંતુ તમને જણાવીએ કે કંપનીએ પહેલાની Grand i10ને બંધ કરી દીધી છે. અને આ કાર વેબસાઈટ પર હજુ પણ જોવા મળી રહી છે.

તો હજી પણ તમને જૂનું મોડલ પસંદ હોય અને તે લેવાની ઈચ્છા રાખતા હોવ તો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. Hyundaiની Grand i10 સેગમેન્ટની સૌથી સારી કાર છે. તેની સોલિડ built ક્વોલિટી, સ્પેસ અને પરફોર્મન્સનો કોઈ જવાબ જ નથી.

નવી Grand i10 Nios આવ્યા પછી હજી પણ આ કાર બાઝારમાં ઉપલબ્ધ છે, તેવામાં તમે આ કારને ખરીદી શકો છો કેમકે કંપની આ ગાડી પર 95000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. એટલું જ નહીં આ કાર પર 3 વર્ષ અથવા 1 લાખ કિલોમીટર સુધીની વોરંટી પણ મળી શકે છે. સાથે ગ્રાહકોની મદદ માટે 3 વર્ષ માટે રોડ સાઈડ એસિસ્ટેન્સની સુવિધા પણ મળશે. આ બધી ઓફર્સ 31 ઓગસ્ટ 2019 ના રોજ શરૂ થશે.

કારની કિંમત 4.97 લાખ રૂપિયામાં શરૂ થશે અને આ કાર પેટ્રોલ અને ડિઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે. Hyundai તેની સેન્ટ્રો કાર પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કાર પર ગ્રાહક 40 હજાર રૂપિયા સુધીની બચત કરી શકે છે. આ કારની કિંમત 3.90 લાખ રૂપિયાથી શરૂ થશે, તેમાં 1.1Lનું એન્જિન લાગેલું છે જે 69PSનો પાવર આપે છે અને આ 5 સ્પીડ MT અને 5 સ્પીડ AMT ગિયરબોક્સ ઓપ્શન સાથે આવે છે.

Read Also

Related posts

YouTubeએ ચીનની વિરુદ્ધમાં કરાયેલાં કમેન્ટ્સને હટાવ્યા, ‘error’નું નામ આપીને હાથ ખંખેર્યા

Mansi Patel

શું Tik Tok ના ખરાબ દિવસો શરૂ ? ભારતની આ એપ આપી રહી છે જોરદાર ટક્કર

Ankita Trada

6 જૂલાઈથી ઓફિસ ખોલશે Google, દરેક વર્કર્સને 1 હજાર ડૉલર પણ આપશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!