GSTV
Home » News » Hyundai Venue બાદ કંપની લાવી રહી છે ઈલેક્ટ્રીક SUV Kona, 9 જૂલાઈએ કરાશે રજૂ

Hyundai Venue બાદ કંપની લાવી રહી છે ઈલેક્ટ્રીક SUV Kona, 9 જૂલાઈએ કરાશે રજૂ

દક્ષિણ કોરિયાની કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈએ વિતેલાં દિવસોમાં પોતાની કોમ્પેક્ટ એસયુવી વેન્યૂને લોન્ચ કરી હતી. તો હવે કંપની તેની પહેલી ઈલેક્ટ્રિક એસયૂવી હ્યુન્ડાઈ કોનાને બજારમાં ઉતારવાની તૈયારીઓ કરી રહી છે. જાણકારી મુજબ આ ઈલેક્ટ્રિક SUVને આગામી 9 જૂલાઈએ રજૂ કરાશે.

લોન્ચ થવાના પહેલાં આ એસયુવી વિશે જાણકારીઓ સામે આવી છે. કંપની Hyundai Konaને પુરી રીતે ભારતમાં બનાવશે નહી. તેના અમુક પાર્ટસ ભારતમાં તૈયાર કરવામાં આવશે. અને બાકીનાં પાર્ટસને કંપની આયાત કરીને લાવશે. એવી જ રીતે જો કંપની આ કારને સીબીયૂ(કમ્પલિટલી બિલ્ટ યૂનિટ)ની રીતે લાવતી તો તેની કિંમત ઘણી વધારે રહેતી.

Hyundaiનું લક્ષ્ય છેકે, તે વાર્ષિકદરે Konaના 500 યુનિટ્સનું વેચાણ કરશે. આ SUVની સૌથી ખાસ વાત તો એ હશે કે તેની રેન્જ ઘણી સારી રહેશે. કંપનીએ દાવો કર્યો છેકે, કાર સિંગલ ચાર્જમાં 300 કિલોમીટર સુધીની સફર કરી શકશે. આ દેશની પહેલી લોંગ રેંજ એસયૂવી રહેશે.

થોડા દિવસો પહેલાં મહિનદ્રા એક્સયૂવી 300નું ઈલેક્ટ્રીક વર્ઝન રજૂ કરવાના સમાચાર આવ્યા હતા. જે 200 કિલોમીટરની રેંજ આપશે. કંપની તેની સાથે હોમ ચાર્જર આપશે. અને તેના સિવાય તેના દરેક ડીલરશીપ પોઈન્ટ ઉપર પણ ચાર્જિંગ પોઈન્ટ ઉપલબ્ધ કરાવશે. ગ્લોબલ માર્કેટમાં આ ઈલેક્ટ્રિક એસયૂવી બે અલગ-અલગ મોટર સાથે ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

ભરૂચમાં આંગણવાડી બહેનો બની રણચંડી, રૂપાણી અને પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર

Nilesh Jethva

ન્યુ ઈન્ડિયા તમારા સુઘી રાખો અમને જુનુ ભારત આપી દો, મોબ લિંચિંગ પર આઝાદે મોદીને ઘેર્યા

Kaushik Bavishi

સુરતમાં સરથાણા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની બસને અટકાવી,વધુ નફાની લાલચમાં કરે છે આવા કામ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!