GSTV

ખામીયુક્ત એન્જિનને કારણે હ્યુન્ડાઈ-કિઆ મોટર્સને અધધ રૂ. 212 અબજનું નુકસાન : 17 લાખ કાર પાછી ખેંચી

હ્યુન્ડાઈ

દક્ષિણ કોરિયન કાર કંપની હ્યુન્ડાઈ અને કિઆ આગામી ત્રિમાસિક ગાળામાં 2.9 અબજ ડૉલર (212 અબજ રૂપિયા) ભોગવે એવી શક્યતા છે. આ બન્ને કંપની સંયુક્ત રીતે કાર ઉત્પાદિત કરે છે. અમેરિકામાં વેચેલી કંપનીની કેટલીક ગાડીઓમાં એન્જીનમાં આગ લાગવાના પ્રશ્નો ઉભા થયા હતા. એ પછી અમેરિકામાં તેના વિરૂદ્ધ તપાસ-કેસ થયા હતા.

17 લાખ કાર પાછી ખેંચવી પડી

કેસના સેટલમેન્ટ માટે કંપનીએે 2015થી 2017 સુધીમાં 17 લાખ કાર પાછી ખેંચવી પડી હતી. કંપની માટે આ કાર પાછી ખેંચવાનો સૌથી મોટો પ્રસંગ હતો. તેના કારણે કંંપનીની પ્રતિષ્ઠા ધૂળમાં મળી હતી. હ્યુન્ડાઈ-કિઆ બન્ને મળીને જગતની પાચમા નંબરની મોટી કાર ઉત્પાદક કંપની છે. અમેરિકામાં તેના વિરૂદ્ધ તપાસ થયા પછી દક્ષિણ કોરિયામાં પણ તપાસ આરંભાઈ હતી. અમેરિકામાં તો કંપની વિરૂદ્ધ 350થી વધારે ફરિયાદ નોંધાઈ હતી.

બન્ને કંપનીઓ લાઈફ ટાઈમ એન્જીન વોરંટી આપવા તૈયાર

હ્યુન્ડાઈ

કંપનીએ એ સંજોગોમાં અમેરિકા અને દક્ષિણ કોરિયા બન્ને દેશમાં એન્જીનમાં લાઈફટાઈમ વોરંટી આપવાની તૈયારી દાખવી છે. આ બધી બાબતો પાછળ જંગી નાણાની જોગવાઈ કરવી પડી હતી, જેની અસર હવે જાહેર થનારા કંપનીના ત્રિમાસિક પરિણામ પર પડશે. ભારતમાં પણ આ બન્ને કંપનીની કાર મોટી સંખ્યામાં વેચાય છે.

Read Also

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!