GSTV

Hyundaiની કાર પર 2.5 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ, આ ધાંસૂ મોડલ પર સૌથી વધુ ફાયદો

દેશની જાણીતી કાર નિર્માતા કંપની Hyundai India માર્કેટમાં પોતાની એકથી એક ચડિયાતી કાર લૉન્ચ કરતી રહે છે, તેવામાં આ સમયે કંપની પોતાની આ કારો પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે આ સમયે Hyundai Verna, Hyundai Elite i20, Hyundai Creta, Hyundai Santro, Hyundai Xcent, Hyundai Tucson, Hyundai Grand i10 Nios, Hyundai Grand i10, Hyundai Elantra અને Hyundai Elite i20 ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો અહીં જાણો કે કંપની તેના પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

ઑફર

ઑફરની વાત કરીએ તો Hyundai Vernaના પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટની ખરીદી પર 90 હજાર સુધીનો લાભ આપવામાં આવી રહ્યો છે. Hyundai Cretaના પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટની ખરીદી પર 1,15,000 સુધીના બેનેફિટ્સ મળી રહ્યાં છે. Hyundai Santroની ખરીદી પર 55 હજાર સુધીના બેનેફિટ્સ લઇ શકો છો.

Hyundai Xcentના પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટની ખરીદી પર 95 હજાર સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામા આવી રહ્યું છે. Hyundai Tucsonના પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટની ખરીદી પર 2,50,000 સુધીનો ફાયદો મળી રહ્યો છે. Hyundai Grand i10ના પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટની ખરીદી પર 75 હજાર સુધીનો લાભ મળી રહ્યો છે. Hyundai Elantraના પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટની ખરીદી પર 2,50,000 સુધીના બેનેફિટ્સ આપવામાં આવી રહ્યાં છે. Hyundia Elite i20ના પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટની ખરીદી પર 45,000તી 65,000 સુધીના બેનેફિટ્સ આપવામાં આવી રહ્યાં છે.

કિંમત

કિંમતની વાત કરીએ તો હ્યુન્ડાઇ વર્નાની શરુઆતની એક્સ શોરૂમ કિંમત ₹ 8,17,867 છે. હ્યુન્ડાઇ ક્રેટાની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત ₹ 9,99,990 છે. હ્યુન્ડાઇ સેન્ટ્રોની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત, 4,57,490 છે. હ્યુન્ડાઇ એક્સસેન્ટની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ₹ 5,81,078 છે. હ્યુન્ડાઇ ટકસનની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ₹ 18,76,656 છે. હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10 નિઓસની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત ₹ 5,04,990 છે. હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10 ની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત ₹ 6,01,428 છે. હ્યુન્ડાઇ એલેન્ટ્રાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત, 15,89,000 છે. હ્યુન્ડાઇ એલાઇટ આઇ 20 ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત, 5,59,693 છે.

Read Also

Related posts

Coronavirus: દુનિયાભરમાં 13 લાખથી વધુ લોકો ઘાતક વાયરસના ભરડામાં, 74 હજારના મોત, અમેરિકામાં કેર યથાવત

Bansari

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!