GSTV
Home » News » આ છે મેડ ઈન ઈન્ડિયા હુંડઈ ગ્રાન્ડ i10 નિયોસ, શું છે તેની કિંમત અને આકર્ષક ફીચર્સ

આ છે મેડ ઈન ઈન્ડિયા હુંડઈ ગ્રાન્ડ i10 નિયોસ, શું છે તેની કિંમત અને આકર્ષક ફીચર્સ

હુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડના ચેન્નઈ સ્થિત પ્લાન્ટમાંથી સોમવારે પહેલી ગ્રાન્ડ આઈ10 નિયોસ બનીને બહાર નીકળી. આ તબક્કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી એસએસ કિમના હવાલાથી કંપનીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ આ હુંડઈ માટે ગર્વની પળ છે. અમારા આઈ 10 બ્રાન્ડના દુનિયાભરમાં 27 લાખ સંતુષ્ટ ગ્રાહકો છે અને આ સૌથી પધુ પસંદ કરવામાં આવતો હેચબેક છે.’

તેમણે જણાવ્યું, ‘અમે આજે ફરી એકવાર ગ્લોબલ ફર્સ્ટ સાથે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ અને થર્ડ જનરેશન માટે ગ્રાન્ડ આઈ10- નિયોસને ઉતારી રહ્યા છીએ, જ હેચબેક ખંડમાં નવા બેચમાર્ક સ્થાપિત કરશે અને અમારા ગ્રાહકો માટે શાનદાર સ્વામિત્વ અનુભવ લઈને આવશે.’

હુંડઈ ગ્રાન્ડ આઈ10 નિયોસ 6 રંગો ફાયરી રેડ, પોલર વ્હાઇટ, ટાઈફૂન સિલ્વર, ટાઈટન ગ્રે, એક્વા ટીલ અને ઉલ્ફા બ્લૂ રંગોમાં ઉપલબ્ધ રહેશે અને તેની કિંમત 5 થી 7.65 લાખ રૂપિયાની વચ્ચે રહેશે.

હુંડઈ ઈંડિયાનું કહેવું છે કે, આ નવી કારને હાલના સમયમાં ઉપલબ્ધ ગ્રાન્ડ આઈ10 સાથે વેચવામાં આવશે, એટલે કે નવી કાર આવ્યા બાદ પણ ગ્રાન્ડ આઈ 10 બંધ નહી થાય. કંપનીના જણાવ્યા અનુસાર સૌથી મહત્વની વાત એ છે કે, ભારતીય બજાર માટે માત્ર ગ્રાન્ડ આઈ10 સાથે નિયોસ જોડવામાં આવ્યું છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં આ કાર I10ના નામથી જ વેચવામાં આવશે.

લુકની બાબતમાં Niosનું અત્યારનું મોડલ ગ્રાન્ડ i10 કરતાં ઘણું અલગ છે. તેને સેગ્નેચર લુક આપી ડાયનેમિક બનાવવામાં આવી છે. કેટલીક બાબતોમાં તેની ડિઝાઇન હુંડઈની સેન્ટ્રોને મળતી આવે છે.

વધુમાં ગત જનરેશનની ગાડીઓ કરતાં આ ગાડી દેખાવમાં થોડી મોટી અને સ્પોર્ટી લાગે છે. કારની પાછળની તરફ પહોળું બંપર આપવામાં આવ્યું છે, જે હાલનાં મોડલની સરખામણીમાં થોડું નીચે છે. તેની કેબિન પણ ઘણી સ્પેશિયસ છે.

ગ્રાન્ડ આઈ10 નિયોસમાં નવું ડેશબોર્ડ અને 8 ઈંચની ટચસ્ક્રીન ઈંફોટેનમેન્ટ સિસ્ટમ છે. ગાડીમાં ડુઅલ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર્સ, ફ્રંટ બેલ્ટ રોમાઇન્ડર્સ અને સ્પિડ એલર્ટની સુવિધા છે. આ ગાડીનું એન્જિન બીએસ6 એમિશન નૉર્મ્સ અનુરૂપ છે.

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!