GSTV
Home » News » અધ્યતન ટેક્નોલૉજીવાળી મધ્યમવર્ગ માટે બેસ્ટ Hyundai Aura ભારતમાં લૉન્ચ, કિંમત 6 લાખ કરતાં પણ ઓછી

અધ્યતન ટેક્નોલૉજીવાળી મધ્યમવર્ગ માટે બેસ્ટ Hyundai Aura ભારતમાં લૉન્ચ, કિંમત 6 લાખ કરતાં પણ ઓછી

ઓટો કંપની હુંડઈએ ભારત કૉમ્પેક્ટ સેડાન Aura ને લૉન્ચ કરી છે. આ કારની કિંમત 5.79 લાખથી શરૂ થાય છે. જોકે ટોપ વેરિયંડની કિંમત 9.22 લાખ સુધી નક્કી કરવામાં આવી છે. મિડલ ક્લાસ લોકો માટે BSVI ની આ ગાડી બહુ સારો વિકલ્પ બની શકે છે.

Hyundai Aura ને 6 અલગ-અલગ કલર ઓપ્શન સાથે લૉન્ચ કરવામાં આવી છે, જેમાં પ્લર વ્હાઇટ, ફિયરી રેડ, અલ્ફા બ્લૂ, તાઈફૂન, વિનટેજ બ્રાઉન અને ટાઇટન ગ્રેનો સમાવેશ થાય છે. ગત 2 જાન્યુઆરીથી આ કારનું બૂકિંગ શરૂ થઈ ગયું છે.

Aura ને હુંડઈની વેબસાઇટ અને ડીલરશિપ દ્વારા બુક કરી શકાય છે. મહત્વની વાત એ છે કે, માત્ર 10 હજાર આપીને આ કારને બુક કરી શકાય છે. સાથે-સાથે ICICI અને HDFC બેન્ક કાર્ડથી ઓનલાઇન બૂકિંગ કરવાથી 10 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. તો કેટલીક શરતો સાથે સો ટકા ઓન રોડ ફાઇનાન્સ અને પ્રોસેસિંગ ફીની પણ ઓફર આપવામાં આવે છે.

સ્પેસીફિકેશન

આ કારમાં એપલ કારપ્લે, ટાચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ (8 ઈંચ), એન્ડ્રોઇડ ઓટો, ડિજિટલ સ્પીડોમીટર, વાયરલેસ ચર્જિંગ, પ્રીમિયમ સાઉન્ડ, મલ્ટી ઈન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે અને રિયર સેન્ટર આર્મરેસ્ટ ફીચરનો સમાવેશ થાય છે. સેફ્ટી ફીચર્સની વાત કરવામાં આવે તો, કારમાં ડુઅલ એરબેગ, એન્ટીલૉક બ્રેક સિસ્ટમ, રિયર પાર્કિંગ કેમેરા, ઇલેક્ટ્રિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન અને કેટલાંક સેન્સર્સ આપવામાં આવ્યાં છે.

કારમાં પેટ્રોલ અને ડિઝલ એન્જિન (1.2 લીટર), AMT અને 5-સ્પીડ મેનુઅલ ગિયરબૉક્સનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

કિંમત

Aura ના ડિઝલ S વેરિયંટની 7.73 લાખ રૂપિયા, AMT માં S વેરિયંટની કિંમત 8.23 લાખ, SX(O) મૉડલની કિંમત 9.03 લાખ અને SX+ વેરિયંટની કિંમત 9.22 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Read also:

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!