GSTV
Auto & Tech ટોપ સ્ટોરી

ચેતી જજો: Hyundai-Kiaની કારોમાં આગ લાગવાનો ખતરો, પાંચ લાખ કારો પરત મંગવાઈ! કંપનીએ કહ્યું ઓપન જગ્યામાં જ કરો પાર્ક!

જો તમે Hyundai અને Kiaની કારનો વપરાશ કરો છો તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. કારણકે દક્ષિણ કોરિયન કાર નિર્માતા હ્યુન્ડાઈ અને તેની પેટાકંપની કિયાએ યુએસમાં 4,84,000 વાહનોના માલિકોને વિનંતી કરી છે કે તેઓ તેમની કાર અન્ય વાહનોથી દૂર અને ઇમારતોની બહાર પાર્ક કરે. કારણ કે જ્યાં સુધી આ વાહનોનું સમારકામ ન થાય ત્યાં સુધી તેમાં આગ લાગવાનું જોખમ રહેલું છે. હ્યુન્ડાઈ અને કિયા બંનેએ યુએસમાં વાહનો માટે અલગ-અલગ રિકોલની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે આ વાહનોમાં હાઈડ્રોલિક ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (HECU) મોડ્યુલમાં ખામી હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ બંને કંપનીઓ પ્રતિક્રિયાનો સામનો કરી રહી છે કારણ કે તેમના પાકિસ્તાન એકમોએ પાકિસ્તાન એન્જિનિયર્ડ ‘કાશ્મીર સોલિડેરિટી ડે’ને સમર્થન આપ્યું હતું. ભારતે મંગળવારે કહ્યું કે દક્ષિણ કોરિયામાં તેના રાજદૂતે તેના સિઓલ મુખ્યાલયમાં હ્યુન્ડાઇ પાસેથી તરત જ સ્પષ્ટતા માંગી હતી. જેમાં એક ભારતીય રીડ આઉટ મુજબ, વિદેશ પ્રધાન સુબ્રહ્મણ્યમ જયશંકરે પણ તેમના દક્ષિણ કોરિયાના સમકક્ષ ચુંગ યુઇ-યોંગ સાથે ફોન પર “મજબૂત નારાજગી” વ્યક્ત કરવા માટે વાત કરી હતી.

મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચુંગે “સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકો અને ભારત સરકારને પહોંચી ઠેસ બદલ વ્યક્ત કર્યો હતો. હ્યુન્ડાઇ ઇન્ડિયા દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત કંપનીનું બીજું ઘર છે. કંપની આવી વિચારધારાને સમર્થન આપતી નથી.

દ. કોરિયન કંપની હ્યુન્ડાઈએ તેના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટથી પોતાને દૂર રાખવા માટે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે કંપની ભાગીદાર દ્વારા સંચાલિત હતું. “અમને આ બિનસત્તાવાર સોશિયલ મીડિયા પ્રવૃત્તિ દ્વારા ભારતના લોકોને થતા કોઈપણ અપરાધ માટે ખૂબ જ ખેદ છે,”મારુતિ સુઝુકી પછી હ્યુન્ડાઈ ભારતની બીજી સૌથી મોટી કાર વિક્રેતા છે, જે છેલ્લા નાણાકીય વર્ષમાં દેશમાં લગભગ અડધા મિલિયન વાહનોનું વેચાણ કરે છે અને એક મિલિયનથી વધુ એકમોની નિકાસ કરે છે, જે તેને ભારતની સૌથી મોટી કાર નિકાસકાર બનાવે છે.

શું સમસ્યા છે


કારમાં ખામીને કારણે ઇલેક્ટ્રિક શોર્ટ થઈ શકે છે, જેના કારણે એન્જિનના કંપાર્ટમેન્ટમાં આગ લાગી શકે છે. કંપનીઓના ડીલરો પરત લેવાયેલાવાહનોમાં આગ લાગવાનું જોખમ ઘટાડવા માટે સર્કિટ બોર્ડમાં નવો ફ્યુઝ લગાવશે.

કેટલી કારોમાં છે સમસ્યા

રિકોલમાં 2014 થી 2016 દરમિયાન ઉત્પાદિત કિયા સ્પોર્ટેજ અને 2016 અને 2018 વચ્ચે ઉત્પાદિત કિયા K900 અને 2016 અને 2018 વચ્ચે ઉત્પાદિત હ્યુન્ડાઈ Hyundai Santa Fe કારના અમુક એકમો આવરી લેવામાં આવ્યા છે. જેમાં 1,26,747 Kia વાહનો અને 3,57,830 Hyundai વાહનોનો સમાવેશ થાય છે. આ ખામીના કારણે આગની કુલ 11 ઘટનાઓ નોંધાઈ છે. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી.

યુએસ સેફ્ટી એજન્સી – નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) એ આ વાહનોના માલિકોને ઓટોમેકર્સ( વાહન નિર્માતાઓ)ની સલાહને અનુસરવા વિનંતી કરતા જણાવ્યું છે કે “ઉત્પાદકો માને છે કે એન્ટિ-લોક બ્રેક સિસ્ટમના ઇલેક્ટ્રિક ઘટકમાં આંતરિક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે અથવા પાર્ક કરતી વખતે આગ લાગવાનું જોખમ વધી શકે છે. આથી આ કાર બંધ હોય ત્યારે પણ અન્ય વાહનોથી દૂર પાર્ક કરવી જરૂરી છે.

અગાઉ પણ કારો મંગાવી હતી પરત

આ પહેલીવાર નથી જ્યારે કોરિયન ઓટોમેકર્સે આગના જોખમો માટે રિકોલ જારી અને વિસ્તૃત કર્યા હોય. ગયા નવેમ્બરમાં, NHTSA એ પ્રથમ વખત વ્હિસલબ્લોઅરને પુરસ્કાર આપ્યો. તેઓ હ્યુન્ડાઈના ભૂતપૂર્વ કર્મચારી હતા અને તેમને $24 મિલિયન (આશરે રૂ. 1 અબજ 80 કરોડ)થી વધુની ઈનામી રકમ આપવામાં આવી હતી. તેણે 2016 માં અહેવાલ આપ્યો હતો કે Hyundai તેના Theta II એન્જિન સાથે સંકળાયેલ ડિઝાઇન ખામીને દૂર કરવામાં નિષ્ફળ રહી હતી. આ નિષ્ફળતા એન્જિન સીઝ થઈ શકે છે અને તે આગમાં પરિણમી શકે છે.

READ ALSO

Related posts

ભરૂચ /  અહેમદ પટેલની દીકરીએ કહ્યું- લોકો પરિવર્તન ઈચ્છે છે, પણ વોટ આપવા નથી આવતા

Nakulsinh Gohil

LIVE! ગુજરાત ચૂંટણી/ દાળીયા ગામે બોગસ મતદાન થયુ હોવાનો રીબડા જૂથનો આક્ષેપ, ગોંડલમાં લોખંડી બંદોબસ્ત

pratikshah

વોટ્સએપે 23 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, કારણ જાણી તમે પણ સુધારી શકો છો

Padma Patel
GSTV