GSTV
Cricket Sports Trending

હૈદારાબાદમાં ટી-20 ક્રિકેટ મેચ /  ઓફલાઈન ટિકિટ ખરીદવા લાગી 1 કિમી લાંબી લાઈન અંતે થયું આવું

હૈદારાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 25મી સપ્ટેમ્બરના રોજ ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટી-20 કિક્રેટ રમાવવાની છે ત્યારે ઓફલાઈન ટિકિટ ખરીદવા માટે 30 હજાર જેટલા લોકો આવી પહોંચતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી અને તેમાં કેટલાક લોકોને ઈજાઓ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટી-20 મેચ માટે હૈદારાબાદ ક્રિકેટ એસ્સોસિયએશને સિંકદરાબાદના જીમખાના ગ્રાઉન્ડમાં 3000 ટિકિટ ઓફલાઈન વેચવાનો નિર્ણય કર્યો હતો, જોકે તેને ખરીદવા માટે 30 હજારથી વધુ લોકો આવી પહોંચતા નાસભાગની સર્જાઈ હતી. મદદનીશ પોલીસ કમિશ્નર (લો એન્ડ ઓર્ડર) ડીએસ ચૌહાણે જણાવ્યું કે હૈદારાબાદ ક્રિકેટ એસ્સોશિયેશન દ્વારા ગ્રાઉન્ડ પર કોઈ ખાસ આયોજન કરવામાં આવ્યું ન હતું અને કાઉન્ટરની લાઈનમાં વધુ ભીડ એક્ત્ર થઈ જતાં લોકો ધક્કા-મૂકી કરવા લાગ્યા હતા અને ત્યારપછી નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ટિકિટ ખરીદવા માટે 1 કિમી જેટલી લાંબી લાઈન લાગી હતી. સર્વરમાં ખામી હોવાના કારણે તમામે ટિકિટો ઓનલાઈન વેચી શકાય નહિ.

.

પોલીસ અધિકારીઓએ કહ્યું કે નાસભાગના કારણે કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા, જોકે અમે તેમને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હાલમાં તેમની સ્થિતિ સારી છે. ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.

Also Read

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV