GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

અમેરિકા સહિત 30 દેશો ભારત પાસે આ દવા માટે લગાવી રહ્યા છે લાઈનો, અપાઈ શકે છે છૂટછાટ

કોરોના મહામારી સામે લડતી દુનિયા હવે ઉપચારના હર પ્રયત્ન કરી રહી છે. એવામાં મેલેરિયામા ઉપચારમાં કામ કરવાવાળી દવા હાઈડ્રોક્સીનક્લોરોક્વીનની એટલી બધી માંગ છે કે ભારત પાસે તેને લઈને અમેરિકા, બ્રાજીલ અને પડોશી સાર્ક દેશો સહિત 30 દેશો માંગ કરી રહ્યા છે. એવામાં ઘરેલુ જરૂરિયાત અને કૂટનીતિક સંબંધોને ધ્યાનમાં લઈને ભારત સરકાર આ દવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધમાં થોડી રાહત આપી શકે છે.

સ્ટોકનું વિશ્લેષણ કરીને રિપોર્ટ આપવા જણાવવામા આવ્યું

સુત્રોના જમાવ્યા પ્રમાણે આ સંબંધમાં ફાર્માસ્યૂટિકલ મંત્રાલય કોવિડ 19 સંકંટને ધ્યાનમાં રાખીને ઘરેલુ જરૂરિયાત અને ઉપલબ્ધ એપીઆઈ (એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈનગ્રેડિયંટ) ના સ્ટોકનું વિશ્લેષણ કરીને રિપોર્ટ આપવા જણાવવામા આવ્યું છે. રવિવારે કેબિનેટ સચિવની આગેવાનીમાં મળેલી એક બેઠકમાં પણ આ વિશે ચર્ચા કરવામા આવી હતી. માનવામાં આવે છે કે આ અંગે કેસ ટુ કેસ નિર્ણય લેવામાં આવી શકે છે.

કોમર્શિયલ ઓર્ડર પુરા કરવાનો આગ્રહ

મહત્વપૂર્ણ છે કે અમેરિકા, બ્રાજીલ અને અન્ય કેટલાય યુરોપીય દેશ પહેલાથી જ આપેલા કોમર્શિયલ ઓર્ડર પુરા કરવાનો આગ્રહ કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે થયેલી વાતચિતમાં હાઈડ્રોક્સીનક્લોરોક્વીન દવાની જરૂરિયાત અંગે વાત કરી હતી.

બ્રાજીલના રાષ્ટ્રપતિએ આ દવાની માંગ કરી

ટ્રમ્પે એક પ્રેસમાં પીએમ મોદી સાથેની વાતચિતને ટાંકીને કહ્યું હતું કે, મે અમેરિકી કંપનીઓ તરફથી પહેલા આપેલા દવાના ઓર્ડરને રિલીજ કરવાનું કહ્યું છે અને ભારત આ મામલે ગંભીરતાથી વિચાર કરી રહ્યુ છે. બ્રાજીલના રાષ્ટ્રપતિએ આ દવાની માંગ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતુ.

બધા સાર્ક દેશોએ આ દવાની માંગ કરી

આ દરમિયાન પાકિસ્તાન સીવાયના બધા સાર્ક દેશોએ આ દવાની માંગ કરી છે. જો કે ભારતે 25 માર્ચના રોજથી આ દવાના નિકાશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા આ દવા મર્યાદિત નિકાસ લાઇસન્સના આધારે દેશની બહાર મોકવાની મંજૂરી આપવામાં આવતી હતી. ત્યાર બાદ દેશમાં પરિસ્થિતીને જોતા કેટલીક દવાઓના નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો.

READ ALSO

Related posts

નિસર્ગ ચક્રવાત ભીષણ વાવાઝોડામાં ફેરવાયું : 2 વાગ્યા બાદ આ દરિયા કિનારે ટકરાશે, 2 રાજ્યોમાં હાઈએલર્ટ

Arohi

બાળકોને શાળાએ મોકલવાના નિયમો થયા તૈયાર, સ્કૂલ સાથે વાલીની પણ નકકી કરાઈ જવાબદારી

Dilip Patel

મોદી સરકારને 14 દિવસ ભારે પડ્યા છતાં જાહેર થયું અનલોક-1, આ આંકડાઓ વાંચશો તો ઘરમાંથી બહાર નહીં નીકળો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!