GSTV

લેક્ચરરની નોકરી છોડીને બની ગયો ખેડૂત, માટીમાં નહી પાણીમાં ઉગાડે છે શાકભાજી

ગુરકિરપાલસિંહ, એક લેક્ચરરની નોકરી કરતાં હતા. તેમણે કોમ્યુટર એન્જીનિયરિંગની ડીગ્રી લીધી છે. પરંતુ બાદમાં નોકરી છોડીને પોતાની જાતને ખેતી પ્રત્યે સમર્પિત કરી દીધા હતા. આજે તેઓ હાઈડ્રોપેનિક રીતે શાકભાજીઓ ઉગાડી રહ્યા છે. વાસ્તવમાં, હાઈડ્રોપોનિક રીતે ખેતીમાં માટીની જરૂર પડતી નથી. સાથે જ પાણી પણ બહુજ ઓછું ઉપયોગ થાય છે. આ ટેકનોલોજી દ્વારા ગુરકિરપાલે ઘણા લોકોને ખેતી માટે નવો રસ્તો દેખાડ્યો છે. જો તમે ઈચ્છો તો 200 વર્ગ ફૂટ જેવી નાની જગ્યા ઉપર શાકભાજી ઉગાડી શકે છે.

જ્યારે છોડી હતી નોકરી

પંજાબનાં મોગા જીલ્લાનાં 37 વર્ષનાં ગુરકિરપાલસિંહે જણાવ્યુહતુકે, મારી નોકરી સારી ચાલી રહી હતી, પરંતુ હું કંઈક અલગ કરવા માંગતો હતો એના કારણે વર્ષ 2012માં લગભગ સાડા પાંચ હજાર સ્ક્વેરફીટ જમીન ઉપર પાલીહાઉસ લગાવ્યુ અને તેમાં ટામેટા ઉગાડ્યા હતા. જેનાથી લગભગ 40 હજાર ટામેટા ઉગ્યા હતા. પછી ગ્રીનહાઉસ તરફ વળ્યો અને હાઈડ્રોપોનિક ટેક્નોલોજીથી શિમલા મિર્ચ અને ટામેટા ઉગાડ્યા હતા.

હાઈડ્રોપેનિક શું છે?

વાસ્તવનમાં આ મૂળ રૂપે ઈઝરાયેલની એક ટેક્નિક છે, જેમાં ગુરકિરપાલસિંહે પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર કર્યા છે. ડાઈડ્રોપેનિક (હાઈડ્રોનો મતલબ છે પાણી અને પોનિક એટલે શ્રમ) ખેતી માટે તમારે જમીન કે માટીની જરૂર પડતી નથી. તેમાં નેટ હાઉસની અંદર પ્લાસ્ટિકનાં પાઈપોમાં છોડ લગાવવામાં આવે છે. ટાઈમરથી તાપમાનને પાક મુજબ 35 ડિગ્રીથી ઓછા પર નિયંત્રિત કરવામાં આવે છે. છોડોના મૂળને પાણીમાં પલાળીને રાખવામાં આવે છે. અને પાણીમાં જ પોષકતત્વોનું મિશ્રણ નાંખવામાં આવે છે. જેના દ્વારા છોડ ઉછરે છે અને વધે છે.

નોકરી કરતાં ત્રણ ગણી થાય છે કમાણી

આ ટેક્નોલોજીમાં ઓછા પાણીની જરૂરિયાત હોય છે. અને હા એકવાર વપરાયેલું પાણી પણ ફરીથી વાપરી શકાય છે. ખાતરનો પણ ખર્ચ થતો નથી. કુલ મળીને ફક્ત ફાયદાનો જ સોદો છે. ગુરકિરપાલે જૈવિક ખેતીને કારણે લાખોનું ટર્નઓવરવાળું સ્ટાર્ટઅપ એગ્રોપોનિક એજીપી ઉભુ કર્યુ છે. હવે તેઓ નોકરી કરતાં પણ ત્રણ ગણી વધુ આવક મેળવે છે. સાથે જ બહુ લોકોને રોજગાર પણ આપી રહ્યા છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!