GSTV

દર મહિને ઘરમાં આવશે રૂપિયા: ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે 45 હજાર રૂપિયાની આવક, કોઈ પાસે હાથ લાંબો કરવો પડશે નહીં

Last Updated on September 8, 2021 by Pravin Makwana

આજે અમે અહીં આપને એક ખાસ બિઝનેસ વિશે જણાવા જઈ રહ્યા છીએ. જેમાં આપ ઓછા પૈસા વધારે નફો રળી શકશો. આ બિઝનેસની સૌથી ખાસ વાત એ છે કે, આપ તેને ઘરે બેઠા પણ શરૂ કરી શકશો. તેના માટે વધારે જગ્યાની પણ જરૂર નથી. આ બિઝનેસ છે હાઈડ્રોપોનિક્સ ફાર્મિંગનો. આ ખેતીની એક આધુનિક ટેકનિક છે. આ ટેકનિકમાં માટ્ટી વગર ખેતી કરવામાં આવે છે. હાઈડ્રોપોનિક ખેતીમાાં ફક્ત પાણીમાં અથવા પાણી સાથે રેતી અને કંકરામાં છોડ ઉગાવામાં આવે છે.

કેવી રીતે કરાય છે હાઈડ્રોપોનિક ખેતી

હાઈડ્રોપોનિક ખેતીમાં પાઈપનો ઉપયોગ કરીને છોડ ઉગાડવામાં આવે છે. પાઈપમાં નાના નાના છેદ કરવામાં આવે છે. જેમાં છોડ લગાવામાં આવે છે. છોડના મૂળ પાઈપમાં રહેલા પોષક તત્વોથી ભરેલા પાણીમાં ડૂબાડી દેવામાં આવે છે. આ પદ્ધતિથી ફોસ્ફોરસ, નાઈટ્રોજન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટાશ, જિંક, સલ્ફર, આયરન જેવા પોષક તત્વો અને ખનિજ પદાર્થોને એક નિશ્ચિત માત્રામાં ભેળવીને ઘોળ તૈયાર કરવામાં આવે છે. આ ઘોળને નિર્ધારિત કરવામાં આવેલા સમયના અંતરાલ પર પાણીમાં મિલાવામાં આવે છે. જેમાં છોડને તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે.

ઘરની છત પર પણ કરી શકો છો ફાર્મિંગ

આ ઉપરાંત આપ ઘરની છત પર પણ તેની શરૂઆત કરી શકો છો. 100 વર્ગ ફૂટમાં લગભગ 200 છોડને ઉગાડવામાં આવે છે. તેના માટે ઓછામાં ઓછા 25 હજારથી લાખ રૂપિયાનો ખર્ચ કરીને તેની શરૂઆત કરી શકાય છે.

આ બધાની કરી શકાય છે ખેતી

આ ટેકનિકના માધ્યમથી નાના છોડવાળા પાકની ખેતી કરી શકાય છે. જેમાં ગાજર, બિટ, કાકડી, મૂળા, બટાટા, શિમલા મિર્ચી, વટાણા, સ્ટ્રોબરી, બ્લેકબેરી, બ્લૂબેરી, તરબૂચ, શક્કરટેટી, અજમો, તુલસી વગેરે…

કેટલો આવશે ખર્ચ

હાઈડ્રોપોનિક સિસ્ટમ લગાવવાની શરૂઆતમાં ખર્ચો થશે. આ ટેકનિકથી ઓછી જગ્યામાં આપ વધારે છોડ લગાવી શકશો. એટલા માટે થોડા સમય બાદ આ ટેકનિકથી ખેડૂત વધારેમાં વધારે લાભ કમાઈ શકશે. જો આપ નાના સ્તરે તેની શરૂઆત કરવામાં માગો છો, તો આપ 100 વર્ગ ફૂટની જગ્યામાં તેને લગાવી શકો છો, તેમાં આપને 50,000થી 60,000 રૂપિયા સુધીનો ખર્ચો આવશે.

40થી 45 હજાર સુધીની થશે કમાણી

જો આપ આપના ઘરે આ ટેકનિકનો ઉપયોગ કરો છો, તો આપને દર મહિને 40થી 45 હજાર રૂપિયા સુધીની કમાણી થશે. જો એક એકરમાં આ ટેકનિકનો ઉપયોગ કરીને ખેતી કરશો, તો ચારથી પાંચ લાખ રૂપિયા કમાઈ શકશો. બિન ઉપજાઉ જમીન પર પણ તેની ખેતી કરી શકાય.

READ ALSO

Related posts

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / જો તમે પણ છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક અને ખરીદવા ઈચ્છો છો તેમના સાથે જોડાયેલી વસ્તુઓ તો બનો આ E-Auctionનો ભાગ…

Zainul Ansari

Diabetes : ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય અવગણવા ન જોઈએ આ 5 લક્ષણો, મોટી સમસ્યાની છે નિશાની

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!