GSTV
Home » News » આ દેશમાં હાઈડ્રોજન ટ્રેનની ટ્રાયલ થઈ, 500 કિલોમીટર સુધી ચાલી સૌને કર્યા હેરાન

આ દેશમાં હાઈડ્રોજન ટ્રેનની ટ્રાયલ થઈ, 500 કિલોમીટર સુધી ચાલી સૌને કર્યા હેરાન

બ્રિટનમાં ઝીરો એમિશનવાળી હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન ઝીરો એમિશન એટલે કે તેના દ્વારા હાનિકારક ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન નહીં થાય. હાઇડ્રોફ્લેક્સ નામની આ ટ્રેનની મહત્તમ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક છે. આપ જે નિહાળી રહ્યા છો તે ટ્રેન કોઇ સામાન્ય ટ્રેન નથી. આ છે અનોખી ઇકોફ્રેન્ડલી ટ્રેન. બ્રિટને તેની પહેલી હાઇડ્રોજન ટ્રેનનો ટેસ્ટ રન શરૂ કર્યો છે. હાઇડ્રોફ્લેક્સ નામની આ ટ્રેન ઝીરો એમિશન ટ્રેન છે. એટલે કે આ ટ્રેનમાંથી પર્યાવરણ માટે હાનિકારક એવા ગ્રીનહાઉસ ગેસનું બિલકુલ ઉત્સર્જન નથી થતું. મતલબ કે ટ્રેન સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી છે.

હાઇડ્રોફ્લેક્સ નામની આ ટ્રેનની મહત્તમ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાકની છે. ટ્રેનના પહેલા ટ્રાયલમાં તેને 500 કિલોમીટર સુધી ચલાવવામાં આવી. ટ્રેનના નિર્માતાઓનો દાવો છે કે હાઇડ્રોજન ફ્યુલ સિસ્ટમ હાલમાં ચાલી રહેલી ટ્રેનોમાં પણ લગાવી શકાય છે. મતલબ કે તેના માટે અલગ ટ્રેન બનાવવાની જરૂર નથી. બ્રિટન હાલમાં ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનને ઘટાડવા માટે અનેકવિધ પગલાંઓ લઇ રહ્યું છે. જેના ભાગરૂપે તેમણે હવે હાઇડ્રોજન ટ્રેનનું નિર્માણ શરૂ કર્યું છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા જર્મનીએ દુનિયાની સૌથી પહેલી હાઇડ્રોજનથી ચાલનારી ટ્રેન લોન્ચ કરી હતી. જેને ફ્રાન્સની રેલ ટ્રાન્સપોર્ટ કંપની અલ્સ્ટોમે બનાવી. ટ્રેનમાં ફ્યુલ સેલ લગાવવામાં આવ્યા છે. કે જે હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે સંયોજન કરી ઊર્જા ઉત્પન્ન કરે છે. જેના બદલામાં ફક્ત પાણી અને વરાળનું જ ઉત્સર્જન થાય છે. દુનિયાના અનેક દેશોમાં હાઇડ્રોજન ટ્રેનની માંગ વધી રહી છે. જેમાં બ્રિટન, નેધરલેન્ડ, ડેન્માર્ક, નોર્વે, ઇટલી અને કેનેડા મુખ્ય છે. ફ્રાન્સમાં પણ સરકારે 2022 સુધી હાઇડ્રોજન ટ્રેનનું નેટવર્ક તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

READ ALSO

Related posts

ગ્લવ્સ હાથમાં આવતાં જ ખતરનાક બન્યો રાહુલ, પરસેવો છૂટી ગયો ઋષભ પંતનો

NIsha Patel

છેલ્લી તક! LICની આ પોલીસીમાં 9 રૂપિયા ખર્ચીને મેળવો લાખો રૂપિયા, થશે બમણો ફાયદો

Bansari

ખુશખબરી! રીટાયરમેન્ટ સમયે PFના પૈસા બે ગણા મળશે, અપનાવો આ સરળ રીત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!