GSTV

VIDEO: મંજૂરી વગર કરી રહ્યા હતા ભાજપના કાર્યકરો મોદીના જન્મદિવસની ઉજવણી, અચાનક ધડાકા થતાં અનેક કાર્યકરો થયા ઘાયલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે આયોજીત એક કાર્યક્રમમાં, ફટાકડા ફોડવામાં આવે તે પહેલાં ગેસથી ભરેલા ફુગ્ગાઓના ધડાકા થવા લાગ્યા હતા. જેમાં ઘણા ભાજપના કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના ત્યારે બની જ્યારે ભાજપના સભ્યો પાર્ટીના કિસાન મોરચાના રાજ્ય કક્ષાના અધિકારીને ફૂલનો હાર પહેરાવી રહ્યા ત્યારે સાથે સાથે કાર્યકર્તાઓ પણ ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડા ફોડવાના કારણે જે તણખલા ઉડ્યા તેનાથી ત્યાં લગાવેલા ફુગ્ગાઓ અચાનક ફાટ્યા હતા. ભાજપ મોદીના જન્મદિવસ (17 સપ્ટેમ્બર) ની ઉજવણી માટે “સેવા દીવસ” નો એક અઠવાડિયા ઉજવી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે ફુગ્ગાઓ ફાટતાની સાથે જ ત્યાં એક ફાયરબોલ રચાયો હતો, જેનાથી પાર્ટી કાર્યકરો ભાગવા મજબુર થયા હતા. તેમણે કહ્યું કે ભાજપ કાર્યકરોએ આકાશમાં હાઇડ્રોજન ગેસથી ભરેલા 100 ફુગ્ગાઓ છોડવાની યોજના બનાવી હતી. આ ઘટનામાં ઘણા લોકોને ઈજાઓ પહોંચી છે. તેમને કીલપોક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જો કે, પરવાનગી વિના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેથી કોરાત્તુર પોલીસે ઘટનાના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ઘટનાનો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

READ ALSO

Related posts

COVID-19ના રસીકરણ પહેલા જ કેન્દ્રએ રાજ્યોને કરી દીધા એલર્ટ! વેક્સીનની ‘આડ અસર’ માટે કરી લે તૈયારી

Bansari

અમદાવાદ/ ડે મ્યુનિસિપલ કમિશનરને થયો ફરી કોરોના, થયા હોમ આઈસોલેટ

pratik shah

કોરોના વેક્સીનની રણનીતિ ઘડવા પીએમ મોદીએ તમામ રાજ્યોના સીએમ સાથે યોજી બેઠક, અમિત શાહ પણ ઉપસ્થિત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!