GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ક્રાઇમ સ્ટોરીઝ જોઇને જ હૈદરાબાદના હૈવાનોએ નક્કી કર્યું હતું ગુનો કરવાનું, પરંતુ 2 ડગલાં આગળ નીકળી પોલીસ

તેલંગાના ગેંગરેપ કેસના ચારેય આરોપીઓનું પોલીસ એન્કાઉન્ટર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક વિશેષ ટીમ ચારેય આરોપીઓને લઈને સીન રીક્રિએટ કરવા માટે એ જ અંડરબ્રિજ પર પહોંચી હતી. જ્યાં તેમણે મહિલા ડૉક્ટરને પેટ્રોલ છાંટી સળગાવી મારી હતી. આ દરમિયાન ચારેય આરોપી પોલીસ પર હુમલો કરી ભાગવા માગ્યા. પોલીસે તેમને રોકવા ફાયરિંગ કર્યું, જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું.

ક્રાઇમ સ્ટોરી જોઇ જાગ્યો શૈતાન
શાદનગર કોર્ટે બુધવારે જ એ ચારેય આરોપીઓને સાત દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા. ત્યારબાદ પોલીસની એક ખાસ ટીમ ચરલાપલ્લી જેલમાં આરોપીઓની પૂછપરછ માટે પહોંચી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તેઓ બહુ ક્રાઇમ સ્ટોરીઝ જુએ, અને ત્યાંથી જ તેમને કોઇ મોટો ક્રાઇમ કરવાની ઇચ્છા થઈ હતી. ત્યાંથી જ તેમને ખબર પણ પડી હતી કે, ક્રાઇમ કર્યા બાદ કેવી રીતે ત્યાંથી ભાગી શકાય છે. જોકે તેમને એ ખબર નહોંતી કે, પોલીસ તેમના કરતાં બે ડગલાં આગળ છે.

એટલું જ નહીં, પોલીસને તેમની ગતિવિધિઓ પર પણ શક થવા લાગ્યો હતો, એટલે ચારેયને અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા હતા. કારણકે પોલીસ પૂછપરછ દરમિયાન ચારેયે જણાવ્યું હતું કે, ક્રાઇમ કરી કેવી રીતે ભાગી શકાય છે.

ક્લ્યૂઝ ટીમના હાથમાં આવ્યા મહત્વના પૂરાવા
એક તરફ ચરલાપલ્લી જેલમાં પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી હતી ત્યાં, બીજી તરફ ઘટનાસ્થળ પર ક્લ્યૂઝ ટીમ પણ પહોંચી હતી. મળેલી માહિતી અનુસાર, આ દરમિયાન પોલીસને ઘણા મહત્વના પૂરાવા મળ્યા હતા. પોલીસને ત્યાંથી જ દિશાનો ફોન પણ મળી ગયો હતો, જેનાથી ઘણાં રહસ્યો પરથી પડદો ખુલી શકે છે. કદાચ આનાથી જ ડરીને ચારેલ આરોપીઓએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસે તેમને દુનિયામાંથી જ વિદાય આપી દીધી.

Related posts

રામમંદિર શિલાન્યાસ: મહેસાણા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ, સંકલ્પ પુરા થયાનો એહસાસ થયો

Pravin Makwana

હવે બચી શકશે નહી ‘નો બોલ’ ફેંકનાર બોલરો, ટીવી અમ્પાયર લેશે આ નિર્ણય

Ankita Trada

કોરોના પોઝિટિવ દર્દીના નામ જાહેર કરવા માંગ, વિપક્ષી નેતાઓએ ધરણા કરતા થઈ અટકાયત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!