હૈદરાબાદમાં 27 વર્ષની વેટનરી ડોકટર પર થયેલા દુષ્કર્મનો મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો હતો. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ ગુલામનબી આઝાદે હૈદરાબાદ ગેંગ રેપનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેઓએ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. તો આમઆદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ કહ્યું કે મહિલાઓની સુરક્ષાને લઈને કડક કાયદા બન્યાં પરંતુ તેના પર અમલ નથી થઈ રહ્યો.

ત્યારે નિશ્ચિત સમયમાં તેના પર અમલ થાય તેવી માગ કરી છે. સાથે જ આજ સુધી નિર્ભયાને કેમ ન્યાય નથી મળ્યો તેવા સવાલો પણ કર્યા છે. તો સપાના સાંસદ જયા બચ્ચને કહ્યું કે દુષ્કર્મ મામલે કેટલી વખત બોલી છું ત્યારે સરકારે હવે કાર્યવાહી કરવાની જરૂર છે. સાથે જ તેઓએ કહ્યું કે કેટલાંક દેશોમાં જનતા દોષિતોને સજા આપે છે, ત્યારે દોષિતોને જનતા જ યોગ્ય પાઠ ભણાવે તેવી પ્રતિક્રિયા આપી.

જયા બચ્ચને કહ્યું કે જે લોકોએ આવા દુષ્કર્મો કર્યા છે તેમની સાર્વજનિક રીતે લિચિંગ થવી જોઈએ. જે પોલીસ કર્મચારીએ બેદરકારી દાખવી તેમનું નામ સાર્વજનિક કરવું જોઈએ કે અને તેઓને શરમમાં મૂકવા જોઈએ.
READ ALSO
- કોંગ્રેસની વિધાનસભા કૂચમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ : વોટરકેનલનો મારો ચલાવવામાં આવ્યો
- GST : મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાં લઈ જશે 7 રાજ્યો, આ છે કારણ
- Vivo V17 ભારતમાં થશે આજે લોન્ચ, તેના દમદાર ફીચર્સ અને કિંમત જાણી થશો ખુશખુશાલ
- 32 વર્ષના નરાધમ ઢગાએ 5 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાંખી, જંગલમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ
- માત્ર 4 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, સરકાર આપશે 80 % લોન અને દર મહિને થશે 50 હજાર રૂપિયાનો નફો