ફાંસી ખાતા સમયે સુસાઈડ નોટમાં લખ્યું કે ‘માત્ર નરેન્દ્ર મોદી જ આ દેશને બચાવી શકે છે’

આજે જ્યાં જોઈએ ત્યાં બસ ફાંસીની જ વાત થાય છે. પરંતુ આ એક અલગ પ્રકારનો ખરતનાક કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરનારા કર્મચારીએ ફાંસી ખાઈ લીધી છે. મરતા પહેલા એણે એક સુસાઈડ નોટ લખી હતી. આ સુસાઇડ નોટમાં તેમણે મૃત્યુનુ કારણ પણ કહ્યું અને આગળ કહ્યું કે ફક્ત પી.એમ. નરેન્દ્ર મોદી જ આ દેશને બચાવી શકે છે.

આ ઘટના હૈદરાબાદના સૈદાબાદની છે, જ્યાં 30 વર્ષનાં નુથાલાગંતી નરસિંહે પોતાની જ કંપનીમાં ફાંસી ખાઈને આત્મહત્યા કરી છે. કહેવામાં આવે છે કે તે કંપનીનાં સિનિયરો દ્વારા અત્યાચાર કરવામા આવતો હતો અને એની પરેશાની ખુબ વધતી જતી હતી.

નરસિંહે મૃત્યુ પહેલાં એક સુસાઈડ નોટ લખી હતી જેમાં તેણે પોતાના પર થયેલા આત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે પોતાની ઇચ્છા પણ સ્પષ્ટ કરી છે કે પોતે નરેન્દ્ર મોદીને સતત ભારતના વડા પ્રધાન તરીકે જોવા માંગે છે. આ સુસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે ફક્ત પી.એમ. મોદી જ દેશ બચાવી શકે છે. પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલૂ છે. સંબંધીઓ અને મિત્રોએ આરોપીઓ પર સખત પગલાં લેવાની માંગ કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter