GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

હૈદરાબાદ સાઈબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા એપ, વોટ્સએપ, ટ્વીટર અને ટીક ટૉક પર FIR નોંધાવી છે. આ ફરિયાદ બે ધર્મો વચ્ચે ભડકાઉ અફવા ફેલાવવાને લઈ કરાઈ છે. આરોપ છે કે, વોટ્સએપ, ટ્વીટર અને ટિક-ટૉક, ફેસબુક જેવા સોશિયલ મીડિયા એપે રાષ્ટ્ર અને ધર્મ વિરોધી મેસેજ અને વીડિયો પોસ્ટ કરી રહ્યા છે.

વોટ્સએપ, ટ્વીટર અને ટિક-ટૉક વિરુદ્ધ આ ફરિયાદ વરિષ્ઠ પત્રકાર સિલ્વેરી શ્રીશૈલમે નોંધાવી છે. અરજી કર્તા શ્રીશૈલમનો આરોપ છે કે, આ માધ્યમો દેશના કાયદા અને કાયદાકીય ઢાંચાને નુકશાન પહોંચાડી રહ્યા છે. આ પત્રકારે પોલીસને આગ્રહ કર્યો છે કે, આ તમામ એપ વિરોધમાં તાત્કાલિકથી કાર્યવાહી કરવામાં આવે. તેમની અરજી પર સાઈબર ક્રાઈમ પોલીસે અલગ અલગ કલમ હેઠળ કેસ દાખલ કર્યા છે.

પોલીસે આરોપીઓને નોટિસ ફટકારી દીધી છે અને આગળની તપાસ ચાલી રહી છે. અરજી કર્તાએ આરોપ લગાવ્યો છે કે, સંસદમાંથી નાગરિકતા સંશોધન કાયદો પસાર થયા બાદ દેશમાં અમુક અસામાજિક ત્તત્વોએ અભિવ્યક્તિની આઝાદીના નામે સીએએ વિરોધ અભિયાન ચાલુ રાખ્યું છે. અને આ પ્રક્રિયાને એનઆરસી સાથે જોડી રહ્યા છે.

અરજી કર્તાનો દાવો છે કે, વોટ્સએપ, ટ્વીટર, ટિક-ટૉક જેવા પ્લેટફોર્મ જાણી જોઈને વાંધાજનક પોસ્ટ અને વીડિયો સામગ્રી પોસ્ટ કરી રહ્યા છે. જે રાષ્ટ્રની એકતા અને અખંડિતાને ભ્રષ્ટ કરે છે. તેમનો આરોપ છે કે, વાંધાજનક સામગ્ર અંગ્રજી, ઉર્દૂ, અરબી, તમિલ, તેલુગૂ અને હિંદી ભાષામાં ફેલાઈ રહી છે.

READ ALSO

Related posts

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel

બરાબર એક વર્ષ અગાઉ આજના દિવસે રમાઈ હતી વર્લ્ડ કપની સૌથી રોમાંચક ફાઇનલ, ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું

Mansi Patel

મોંઘો થવા જઈ રહ્યો છે હેલ્થ ઈંશ્યોરન્સ, અત્યારે જ ખરીદવો રહેશે ફાયદાનો સોદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!