GSTV
Home » News » અરેરેરે…શાળામાં માસૂમ બાળકી સાથે બની અઘટીત ઘટના!

અરેરેરે…શાળામાં માસૂમ બાળકી સાથે બની અઘટીત ઘટના!

તેલંગણાના હૈદરાબાદ શહેરમાં ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ખાનગી સ્કૂલમાં નિર્દોષ બાળકી સાથે જાતીય દુર્વ્યવહારના મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે સ્કૂલની બે મહિલા કર્મચારીઓ પર એવો આરોપ છે કે માસૂમ બાળકી સાથે જાતીય દુર્વ્યવહાર કર્યો અને બાળકીનાં પ્રાઈવેટ પાર્ટમાં પથ્થર ઠૂંસ્યા હતા.

આ બનાવ હૈદરાબાદના માધાપુર વિસ્તારનો છે. ત્યાં એક ખાનગી પ્રી-સ્કૂલ છે. તે સ્કૂલમાં ભણતી સાડા ત્રણ વર્ષની માસુમ બાળકીનાં પરિવારે શાળાની બે મહિલા કર્મચારીઓ સામે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. ત્યારે સ્થાનીય પોલીસે રવિવારે આ સંદર્ભે જાણકારી મુજબ 10 એપ્રિલે બાળકીની માતાની ફરિયાદ અનુસાર મહીલા કર્મચારીઓ એ તેમની પુત્રીનાં ગુપ્તાંગોમાં પથ્થરો ઠૂંસવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સામે પોક્સો કાનૂની ધારા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ભોગ બનનાર બાળકીને તબીબી તપાસ માટે મોકલવામાં આવી હતી. ત્યારે પ્રારંભિક અહેવાલો પર આધારિત પોલીસ જણાવ્યું કે હજુ સુધી જાતીય હુમલાનાં કોઈ પુરાવા મળ્યા નથી. જો કે, કેસની તપાસ ચાલુ છે. આરોપી મહિલા કર્મચારીઓની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

RED ALSO

Related posts

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi

જ્યાં આજે PM મોદી અને ટ્રમ્પ મળશે તે NRG સ્ટેડિયમ: જાણો આ સ્ટેડિયમની વિશેષતાઓ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!