GSTV

એન્કાઉન્ટર પર ઉજવણી: લોકોએ ફટાકડા ફોડ્યા, ફૂલોના વરસાદ સાથે પોલીસનું આ રીતે કર્યુ સ્વાગત

હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે હેવાનિયત કરનાર ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યાં છે. શુક્રવારે સવારે હૈદરાબાદના એનએચ 44 પર પોલીસ સાથે અથડામણમાં આરોપીઓને ઠાર મારવામાં આવ્યાં છે. 27 નવેમ્બરે આરોપીઓએ મહિલા ડોક્ટર સાથે રેપ કર્યો હતો અને તે બાદ તેને જીવતી સળગાવી દીધી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર પર અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યાં છે, જ્યારે બીજી બાજુ લોકો પોલીસના આ એક્શનની પ્રશંસા પણ કરી રહ્યાં છે.

લોકોએ પોલીસકર્મીઓનું આ રીતે કર્યુ સ્વાગત

હૈદરાબાદમાં જે સ્થળે એન્કાઉન્ટર થયું છે, ત્યાં પોલીસ પહોંચી રહી છે. મોટી સંખ્યામાં ઓફિસર પહોચી રહ્યાં છે. આ દરમિયાન ત્યાં હાજર સ્થાનિક લોકોએ હૈદરાબાદ પોલીસકર્મીઓનું સ્વાગત ફૂલનો વરસાદ કરીને અને ખુશીમાં ફટાકડા ફોડીને કર્યુ છે.

મહિલાઓએ મિઠાઇ વહેંચીને પોલીસની કામગીરી બિરદાવી

દુષ્કર્મ કેસના આરોપીઓના એન્કાઉન્ટરની પોલીસની કામગીરીને સમગ્ર દેશ આવકારી રહ્યો છે..ત્યારે સુરતમાં પણ મહિલાઓએ મીઠાઈ વહેચીને પોલીસની કામગીરી બિરદાવી હતી. સુરતની મહિલાઓએ એકત્ર થઈને દિકરીઓ સાથે મળીને એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. માસુમ બાળાઓ જોડે અને મહિલાઓ સાથે દુષ્કર્મ કરનારા આરોપીઓને આવી કડક સજા આપી ગુજરાતમાં દાખલો બેસાડવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરી છે.

હૈદરાબાદમાં જે નેશનલ હાઈવે 44 પર 27 નવેમ્બરે આરોપીઓએ લેડી ડોક્ટરનો રેપ કર્યો હતો. તે જ હાઈવે પર પોલીસે ચારે આરોપીઓને ઠાર મારી દીધા. હૈદરાબાદ પોલીસ ચારે આરોપીઓને એ જગ્યાએ લઈ આવી હતી જ્યાં તેમણે હૈવાનિયતની હદ વટાવી હતી. પોલીસ આરોપીઓને આ ઘટના સ્થળે એટલા માટે લઈ ગઈ હતી જેથી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન થઈ શકે. હૈદરાબાદની પોલીસને આરોપીઓની 7 દિવસની કસ્ટડી મળી હતી. પોલીસ સાત દિવસથી પૂછતાછ કરી રહી હતી. આ સમયે સીનને રિ-ક્રિએટ કરવા માટે પોલીસ આરોપીઓને વારદાતના સ્થળે લઈ ગઈ હતી. જ્યાં તેમણે મહિલા ડોક્ટરને જીવતી સળગાવી દીધી હતી.

આ રીતે નરાધમોએ ક્રૂર ઘટનાને આપ્યો અંજામ

27-28 નવેમ્બર રાત્રે હૈદરાબાદમાં મહિલા ડોકટરની સાથે બર્બરતાપૂર્વક ગેંગરેપ કરે અને હત્યા કરી હતી. જે બાદ પીડિતાનો મૃતદેહ હૈદરાબાદ-બેંગલુરુ નેશનલ હાઈવેના અંડરપાસ નજીક મળ્યો હતો. મહિલા ડોકટરની સ્કૂટી પંકચર થઈ હતી જ્યારે તે સ્કૂટી પાર્ક કરી રહી હતી ત્યારે આ નરાધમોએ આ ક્રુર ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને લઈને દેશભરમાં ભારે રોષ હતો તો સંસદમાં આ મુદ્દો ઉછળ્યો હતો. ત્યારે પીડિતાના પિતાએ પણ દોષિતોને જલદીથી સજા મળે તેવી માગ કરી હતી. તો પીડિતાની માતાએ કહ્યું હતું કે જે રીતે તેમની દીકરીને સળગાવી દેવાઈ હતી તેવી જ રીતે આરોપીઓને પણ સળગાવવામાં આવે.

ભારતભરનાં લોકોએ કર્યું પ્રદર્શન

મહિલા ડૉક્ટર સાથે થયેલા ગેંગરેપના કારણે ભારતભરનાં લોકો પ્રદર્શન કરી રહ્યાં હતા અને હેવાનોને તાત્કાલિક સજા મળે તેની માગ ઉઠી હતી. રસ્તા પર ઉતરી મહિલાઓ પોતાની સુરક્ષાનાં સવાલ કરી રહ્યાં હતા. પોલીસે તપાસ કર્યા બાદ ચારે આરોપીઓની કર્મ કુંડળી સામે આવી ગઈ હતી. જે પછી પકડાયેલા આરોપીઓને કેરલાકુલ્લી જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.

લોકોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

હૈદરાબાદમાં જ્યારે પોલીસ આરોપીઓને લઈ પોલીસ સ્ટેશને પહોંચી ત્યારે લોકોને ભનક લાગી ગઈ હતી. જે પછી થોડા સમયમાં જ લોકોએ પોલીસસ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. ચારે આરોપીઓને કેરલાકુલ્લીની સેન્ટ્રલ જેલનાં અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતા.

કોણ હતા આરોપીઓ ?

આ ઘટનાના આરોપીમાંથી એક સી કેશવુલુ નારયણપેટ જિલ્લાના મકઠલ મંડલના ગુડીગાંડલા ગામનો રહેવાસી હતો. કેશુવુલુના લગ્ન પાંચ મહિના પહેલાં જ થયા હતા. જ્યારે અન્ય બે આરોપી જોલૂ શિવા અને જોલૂ નવીન પણ ગુડગાંડલા ગામના રહેવાસી હતા. તો મોહમ્મદ આરિફ નામનો આરોપી જકલૈર ગામનો રહેવાસી હતો. ગેંગરેપનો મુખ્ય આરોપી મોહમ્મદ આરીફ લાયસન્સ વગર છેલ્લાં 2 વર્ષથી ટ્રક ચલાવી રહ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓ મુખ્ય આરોપીના મિત્ર હતા અને ક્લીનર તરીકેનું કામ કરતા હતા. જેમાં મુખ્ય આરોપી 26 વર્ષનો જ્યારે અન્ય આરોપીઓની ઉંમર 20થી 21 વર્ષ હતી.

આજે સવારે એન્કાઊન્ટર

જે પછી આજે સવારે નેશનલ હાઈવે નંબર 44 પર આરોપીઓએ રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાની કોશિષ કરતા તેમનું એન્કાઊન્ટર કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે નેશનલ હાઈવે નંબર 44 પર લઈ ગયા હતા. ત્યારે પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ચારેય આરોપીઓને ઠાર કર્યા છે.

Read Also

Related posts

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાઈ શકે છે ચૂંટણી

Nilesh Jethva

IPL 2020: કેએલ રાહુલનો સ્કોર પણ પાર ન કરી શકી વિરાટ સેના, પાણીમાં બેસી જતાં 97 રને થઈ ભૂંડી હાર

Pravin Makwana

વિમાનમાં મુસાફરી કરનારા માટે અગત્યની સૂચના/ ઘરેલૂ ફ્લાઈટમાં ચેક ઈન બેગેઝની મર્યાદા હટી, આવી ગઈ છે નવી એડવાઈઝરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!