GSTV
Gujarat Government Advertisement

હૈદરાબાદે 14 રનમાં છેલ્લી સાત વિકેટ ગુમાવી, આઇપીએલમાં શરમજનક રેકોર્ડ

Last Updated on October 25, 2020 by Mansi Patel

ઇન્ડિયન પ્રીમિયર  લીગમાં શનિવારે રાત્રે રમાયેલી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સનરાઇઝર્સ હૈદરાબાદના હાથમાં આવેલો વિજય છિનવાઈ ગયો હતો. એક સમયે એમ લાગતું હતું કે તે આસાનીથી મેચ જીતી લેશે પરંતુ કિંગ્સ ઇલેવન પંજાબના બોલર્સે છેલ્લી બે ઓવરમાં તરખાટ મચાવ્યો હતો.

આ ગાળામાં હૈદરાબાદે માત્ર 14 રનમાં જ તેની છેલ્લી સાત વિકેટ ગુમાવી દીધી હતી. આ ઉપરાંત તેણે છેલ્લે છેલ્લે તો માત્ર ચાર જ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે તેનો સ્કોર ચાર વિકેટે 110 હતો અને અંતે 114 રનમાં તેના તમામ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. આવી જ રીતે 16 ઓવરમાં ત્રણ વિકેટે 100 રનના સ્કોર બાદ વધુ 23 બોલમાં તેણે 14 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.

આઇપીએલના ઇતિહાસમાં આવી રીતે છેલ્લી સાત વિકેટો સસ્તામાં ગુમાવનારી ટીમોની યાદી પર નજર કરીએ  તો તેમાં દિલ્હી કેપિટલ્સનું નામ મોખરે આવે છે. 2019માં એટલે કે ગઈ સિઝનમાં પંજાબ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે આઠ રનમાં છેલ્લી સાત વિકેટ ગુમાવી દીધી હતી તો ગયા વર્ષે જ હૈદરાબાદની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે માત્ર દસ રનમાં છેલ્લી સાત વિકેટ ગુમાવી બેઠી હતી.

 2009ની આઇપીએલની ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં રમાઈ ત્યારે ડરબન ખાતે રમાયેલી મેચમાં ડેક્કન ચાર્જર્સની ટીમ દિલ્હી ડેરડેવિલ્સ સામે રમી રહી હતી. એક સમયે તેનો સ્કોર ત્રણ વિકેટે 149 રન હતો પરંતુ 161 રન સુધી પહોંચતામાં તો તેના છેલ્લા સાત ખેલાડી આઉટ થઈ ગયા હતા. આમ તેણે 12 રનમાં છેલ્લી સાત વિકેટ ગુમાવી દીધી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!