GSTV
Home » News » કોંગ્રેસ 3 રાજ્યોમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરી શકી નથી!, તેલંગાણામાં મુખ્યમંત્રીએ લીધા શપથ

કોંગ્રેસ 3 રાજ્યોમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરી શકી નથી!, તેલંગાણામાં મુખ્યમંત્રીએ લીધા શપથ

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત્યા બાદ ટીઆરએસના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવે રાજ્યના મુખ્યપ્રધાન પદે શપથગ્રહણ કર્યા છે. રાજ્યપાલ ઈ. એસ. એલ. નરસિમ્હને કે. ચંદ્રશેખર રાવને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા છે. કેસીઆરનો તેલંગાણાના મુખ્યપ્રધાન તરીકે આ સતત બીજો કાર્યકાળ છે. આ પહેલા એવી અટકળો હતી કે કેસીઆર તેમના પુત્ર કેટી રામરાવને મુખ્યપ્રધાન પદની જવાબદારી સોંપે તેવી શક્યતા છે. પરંતુ કે. ચંદ્રશેખરરાવે મુખ્યપ્રધાન પદે શપથગ્રહણ કરતા આવી અટકળબાજીઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

 ધારાસભ્યોની તેલંગાણા ભવન ખાતે બેઠક 

શપથગ્રહણ બાદ હવે ટીઆરએસના નવનિર્વાચિત ધારાસભ્યોની તેલંગાણા ભવન ખાતે બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ઔપચારીકપણે કેસીઆરને પોતાના નેતા તરીકે ચૂંટવામાં આવશે. સાતમી ડિસેમ્બરે તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકોના ચૂંટણી પરિણામો જાહેર થયા હતા. જેમાં ટીઆરએસને 88 બેઠકો જીતવામાં સફળતા મળી હતી. તેલંગાણામાં ટીઆરએસ દ્વારા છ માસ પહેલા વિધાનસભા ભંગ કરવાનો દાંવ સફળ રહ્યો હતો.

રાહુલ સાથે આજે દાવેદારોની થઈ બેઠકો

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારોનું નેતૃત્વ કોણ કરશે. તેના નિર્ણય માટેની કવાયતો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ પહોંચી છે. રાહુલ ગાંધીને રાજસ્થાન અને મધ્યપ્રદેશના પર્યવેક્ષકો દ્વારા ચૂંટાયેલા પાર્ટીના ધારાસભ્યોનો અભિપ્રાય રિપોર્ટ સ્વરૂપે પહોંચાડવામાં આવશે. પર્યવેક્ષકો સાથે પણ રાહુલ ગાંધીએ બેઠક કરી છે. રાહુલ ગાંધી ત્રણેય રાજ્યોમાં મુખ્યપ્રધાનના નામ પર મંજૂરીની મ્હોર મારશે. રાહુલ ગાંધી સાથે મુલાકાત માટે રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સચિન પાયલટ અને કોંગ્રેસના સંગઠન મહામંત્રી અશોક ગહલોત દિલ્હી પહોંચ્યા છે. તમામ બાબતો વચ્ચે મોટા સમાચાર એ છે કે, તેલંગણામાં ટીઆરએસના ચીફ કેસીઆરે મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા છે. કોંગ્રેસમાં ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદના નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આજે સાંજ સુધી આ નામો જાહેર થઇ જશે.

88 સીટો પર ટીઆરએસની થઈ છે ભવ્ય જીત

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ એટલે કે ટીઆરએસે બે તૃતિયાંશ બેઠકો પ્રાપ્ત કરી જ્વલંત વિજય મેળવ્યો હતો. ટીઆરએસ સુપ્રીમો કે. ચંદ્રશેખર રાવ ફરી એક વખત મુખ્યપ્રધાન બન્યા છે. જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ટીઆરએસને કુલ 119 બેઠક પૈકી 88 બેઠકો પર જીત મળી હતી. જ્યારે કે કોંગ્રેસ બીજા ક્રમે રહી છે. કોંગ્રેસને 19 બેઠકો મળી છે જ્યારે કે એઆઇએમઆઇએમને 7 બેઠકો મળી હતી. તેલુગુ દેશમ પાર્ટીને 2 બેઠકો, ભાજપ, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક તેમજ અપક્ષને 1-1 બેઠકો મળી હતી. ટીઆરએસના ભવ્ય વિજયને કારણે સત્તામાં વાપસી કરવાના સપના જોઇ રહેલા કોંગ્રેસ અને ટીડીપીના સપના પર પાણી ફરી વળ્યું હતું. આજે કે. ચંન્દ્રશેખર રાવે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.

Related posts

મહારાષ્ટ્ર : મોટા અને નાના ભાઈનો વિવાદ ફરી વકર્યો, સીટોની વહેંચણી રચશે નવા સમીકરણો

Riyaz Parmar

રાતે મારી પત્ની સાથે ચેટીંગ કરે છે એસપી સાહેબ!, પીડિત પતિએ કરી DGP સમક્ષ ફરિયાદ

pratik shah

PM મોદીનાં ચાહકોનું લીસ્ટ લાંબુ, વારાણસીનાં પ્રશંસકે વડાપ્રધાનનાં જન્મ દિવસ નિમીતે કર્યુ આ કાર્ય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!