GSTV
Home » News » શું આરોપીઓ હિસ્ટ્રીશીટર હતા ? જસ્ટીસ બોબડેના હૈદરાબાદ પોલીસને પૂછાયેલા સવાલમાં મળ્યા આ જવાબો

શું આરોપીઓ હિસ્ટ્રીશીટર હતા ? જસ્ટીસ બોબડેના હૈદરાબાદ પોલીસને પૂછાયેલા સવાલમાં મળ્યા આ જવાબો

હૈદરાબાદ એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ તેલંગાણા પોલીસને સવાલ કર્યો કે શું આરોપીઓ હિસ્ટ્રીશીટર હતા. જેના પર તેલંગાણા પોલીસ તરફથી દલીલ કરી રહેલાં વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે તેઓ ટ્રક ડ્રાઈવર અને ક્લિનર હતા.

આ ઉપરાંત તેલંગાણા પોલીસ તરફ બચાવ કરતા રોહતગીએ કહ્યું કે જ્યારે પોલીસ આરોપીઓને વિસ્તારની ઓળખ માટે લઈ જવા માગતી હતી ત્યારે જેલની બહાર વિરોધ પ્રદર્શનો થયા, સેંકડો લોકોની ભીડ હતી. તેથી આરોપીઓને રાત્રે ક્રાઈમવાળી જગ્યાએ લઈ જવા પડ્યા હતા. આરોપીઓને હથકડી પહેરવામાં આવી ન હતી, અને તેઓએ પોલીસની પિસ્તોલ ઝુંટવી, પથ્થરોથી હુમલો કર્યો હતો.

જે બાદ ચીફ જસ્ટિસ સવાલ કર્યો કે આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો, પોલીસની પિસ્તોલ ઝુંટવી તેમના પર ફાયર કર્યુ હતું? જેના પર જવાબ આપતાં વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે તેઓએ ફાયર કર્યુ, પરંતુ ગોળી પોલીસકર્મીઓને લાગી ન હતી.

રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં એક ચૂકાદો વાંચવાનું શરૂ કર્યુ જેમાં કોર્ટે એન્કાઉન્ટરને લઈને ગાઈડલાઈન બનાવી હતી. જે બાદ ચીફ જસ્ટિસે કહ્યું કે અમે આ એન્કાઉન્ટરની તપાસ થાય તેના પક્ષમાં છે, કોર્ટે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ ક એન્કાઉન્ટરની તપાસ નિષ્પક્ષ થાય.

READ ALSO

Related posts

ટેક્સ બચાવવાની સાથે મૂડીમાં વૃદ્ધિ પણ કરે છે ELSS ફંડ, થોડા-થોડા પૈસાથી પણ કરી શકો છો રોકાણ

Mansi Patel

સબમરીનને પણ તોડી પાડનાર ‘રોમિયો’ હવે ભારતને મળશે, વિશ્વમાં માત્ર અમેરિકા પાસે

Mayur

સોશિયલ મીડિયા પર આ કારણે ટ્રોલ થઈ ટીવીની ક્વીન, યુઝર્સે કહ્યુ- આના કરતા સારું ન કરો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!