GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જય હો! ગેંગરેપ આરોપીઓના એન્કાઉન્ટરથી ખુશ છે બોલીવુડ સેલેબ્સ, પોલીસને આપી શાબાશી

હૈદરાબાદમાં થયેલા ગેંગરેપ-મર્ડર કેસમાં શુક્રવારે સવારે ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટમાં ઠાર કરાયા છે.  બોલીવુડ એક્ટર અનુપમ ખેર, ઋષિ કપૂર, એક્ટ્રેસ રકુલ પ્રીત સહિત અનેક સેલેબ્સે ટ્વીટ કરીને તેલંગાણા પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.

એક્ટર અનુપમ ખેરે તેલંગાણા પોલીસનો આભાર વ્યક્ત કરવાની સાથે સાથે તેમને શુભેચ્છા પણ પાઠવી છે. ઋષિ કપૂર અને રકુલ પ્રીતે પણ ટ્વીટ કર્યુ છે.

રકુલે ટ્વીટ કર્યુ કે, રેપ જેવા અપરાધને અંજામ આપ્યાં બાદ તમે ક્યાં સુધી ભાગી શકશો.

અભિનેતા ઋષિ કપૂરે ટ્વીટ કરતાં લખ્યું કે, શાબાશ તેલંગાણા પોલીસ. મારી શુભેચ્છાઓ.

અનુપમ ખેરે ટ્વીટ કર્યુ કે, એન્કાઉન્ટમાં ચારેય બળાત્કારીઓને શૂટ કરવા માટે તેલંગાણા પોલીસને શુભેચ્છા. જય હો. ચલો! હવે જેટલા લોકોએ આ જઘન્ય અપરાધ કરનારા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને તેમના માટે ખતરનાક સજા ઇચ્છી હતી. મારી સાથે જોરથી બોલો #જયહો.

અહીં જુઓ અન્ય સેલેબ્સના ટ્વીટ

હંસિકા મોટવાની

નાગાર્જૂન

અલ્લુ અર્જૂન

આ છે સમગ્ર મામલો

હૈદરાબાદમાં જે નેશનલ હાઈવે 44 પર 27 નવેમ્બરે આરોપીઓએ લેડી ડોક્ટરનો રેપ કર્યો હતો. તે જ હાઈવે પર પોલીસે ચારે આરોપીઓને ઠાર મારી દીધા. હૈદરાબાદ પોલીસ ચારે આરોપીઓને એ જગ્યાએ લઈ આવી હતી જ્યાં તેમણે હૈવાનિયતની હદ વટાવી હતી. પોલીસ આરોપીઓને આ ઘટના સ્થળે એટલા માટે લઈ ગઈ હતી જેથી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન થઈ શકે. હૈદરાબાદની પોલીસને આરોપીઓની 7 દિવસની કસ્ટડી મળી હતી. પોલીસ સાત દિવસથી પૂછતાછ કરી રહી હતી. આ સમયે સીનને રિ-ક્રિએટ કરવા માટે પોલીસ આરોપીઓને વારદાતના સ્થળે લઈ ગઈ હતી. જ્યાં તેમણે મહિલા ડોક્ટરને જીવતી સળગાવી દીધી હતી.

આ રીતે નરાધમોએ ક્રૂર ઘટનાને આપ્યો અંજામ

27-28 નવેમ્બર રાત્રે હૈદરાબાદમાં મહિલા ડોકટરની સાથે બર્બરતાપૂર્વક ગેંગરેપ કરે અને હત્યા કરી હતી. જે બાદ પીડિતાનો મૃતદેહ હૈદરાબાદ-બેંગલુરુ નેશનલ હાઈવેના અંડરપાસ નજીક મળ્યો હતો. મહિલા ડોકટરની સ્કૂટી પંકચર થઈ હતી જ્યારે તે સ્કૂટી પાર્ક કરી રહી હતી ત્યારે આ નરાધમોએ આ ક્રુર ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને લઈને દેશભરમાં ભારે રોષ હતો તો સંસદમાં આ મુદ્દો ઉછળ્યો હતો. ત્યારે પીડિતાના પિતાએ પણ દોષિતોને જલદીથી સજા મળે તેવી માગ કરી હતી. તો પીડિતાની માતાએ કહ્યું હતું કે જે રીતે તેમની દીકરીને સળગાવી દેવાઈ હતી તેવી જ રીતે આરોપીઓને પણ સળગાવવામાં આવે.

Read Also

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!