GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

સંજય દત્તની બહેને તેમને ઐશ્વર્યા રાયથી દૂર રહેવાની ચેતવણી આપી! જાણો શા માટે કર્યુ આવુ ?

ઐશ્વર્યા રાયની સુંદરતાના સૌ કોઈ દીવાના હતા. માત્ર બોલિવૂડ નહીં, પરંતુ દુનિયાભરના લોકો તેની સુંદરતાની પ્રશંસા કરતા હતા. એક જમાનામાં સંજય દત્ત પણ ઐશ્વર્યાની સુંદરતાનો મોહી પડ્યો હતો. સંજય દત્તે પહેલી વાર ઐશ્વર્યાને એક એડમાં જોઈ અને ત્યારથી તે તેની પાછળ દીવાનો બની ગયો હતો, પરંતુ સંજય દત્તની બહેનોએ તેને સખત ચેતવણી આપી હતી કે તે ઐશ્વર્યાથી દૂર રહે અને તેને ક્યારેય પોતાની નજીક આવવા નહીં દે. તમને નવાઈ લાગશે કે આખરે સંજુબાબાની બહેનોએ તેને આવી ચેતવણી શા માટે આપી હશે.

કૈસાનોવા ઇમેજથી પરિચિત હતી

હકીકતમાં ઐશ્વર્યાએ એ વખતે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પગલા માંડ્યા ન હતા અને સંજય દત્ત તથા સમગ્ર ઇન્ડસ્ટ્રી સંજય દત્તની કૈસાનોવા ઇમેજથી પરિચિત હતી. તેના આ હાવભાવની તેની બહેનોને ખબર હતી. તેઓ પણ ઐશ્વર્યાને ઘણી પસંદ કરતી હતી પરંતુ તેઓ ઇચ્છતી ન હતી કે સંજય દત્ત તેની નજીક જાય. તેની બહેનોએ કહ્યું હતું કે તું તેની પાસે જઇને પ્રેમની કબૂલાત કરતો નહીં, તેનો નંબર પણ માગતો નહીં અને ફ્લાવર પણ મોકલતો નહીં. એ વખતે સંજય દત્ત અને ઐશ્વર્યા એક ફોટોશૂટ કરનારા હતા.

આ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી

આમ સંજય દત્ત ઐશ્વર્યાથી દૂર રહ્યો હતો. ઐશ્વર્યાએ 1997માં મણીરત્નમની ફિલ્મ ઇરુવરથી ડેબ્યુ કર્યું હતું અને ઓર પ્યાર હૌ ગયાથી બોલિવૂડમાં આગમન કર્યું હતું. એ પછી તો છેક 2005માં સંજય દત્ત અને ઐશ્વર્યા રાય એક સાથે શબ્દ ફિલ્મમાં આવ્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. આજે પણ સંજય દત્ત અને બચ્ચન પરિવારને સુમેળભર્યા સંબંધો છે અને તે અભિષેક બચ્ચનનો મિત્ર પણ છે.


READ ALSO

Related posts

ડિસ્કાઉન્ટના ચક્કરમાં ફસાયા હજારો ગ્રાહકો, આ એક ભૂલથી રોકાયું વાહનોનું રજીસ્ટ્રેશન

Mansi Patel

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!