GSTV

એક મહિલાને પતિની મંજૂરી વગર બેંક સ્ટેટમેન્ટ કઢાવવું પડ્યુ મોંઘુ, કોર્ટે ભર્યા આ આકરા પગલાં

પતિ

Last Updated on February 10, 2021 by Mansi Patel

એક મહિલાને પોતાની પતિની મંજૂરી વગર બેન્ક સ્ટેટમેન્ટ કઢાવવું મોંઘુ પડ્યું, મુંબઈના એક પોલીસ અધિકારી અને બે વકીલો સહીત ત્રણ લોકો સાથે મળીને છેતરપિંડી કરવા વાળી 37 વર્ષની એક મહિલાને વચગાળાની જામીનની અરજી પર સેશન કોર્ટે રોક લાગવી દીધી છે.

મામલો ગયા વર્ષે જૂનનો છે. જયારે એક વ્યક્તિની ફરિયાદ પર એફઆઈઆર કરવામાં આવી હતી કે એમના બેન્ક ખાતામાંથી સ્ટેટેન્ટ નકલી પોલીસના નોટિસના માધ્યમથી કાઢવામાં આવ્યા છે. ગ્રાહકની જાણકારી વગર જ બેન્ક સ્ટેટમેન્ટ જારી કરવાની વાત સામે ત્યારે આવી જયારે અરજીકર્તાની પત્ની બોમ્બે હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામુ દાખલ કર્યું છે, આ સોગંદનામા તેણે પોતાના પતિના બેન્ક સ્ટેટમેન્ટને બતાવ્યા છે. જાણકારી મુજબ આ દંપતીનો ઘણા સમયથી વૈવાહિક વિવાદ ચાલી રહ્યો હતો અને કોર્ટમાં આ બંનેએ તલાકની અરજી દાખલ કરી હતી.

અરજી કર્તા એ RTIથી મેળવી જાણકારી

mcx

પતિએ ફરિયાદમાં કહ્યું છે કે જયારે તેમણે આ જાણવાની માટે બેન્કને સંપર્ક કર્યો તો એમની પત્નીને એની મંજૂરી વગર સ્ટેટમેન્ટ કેવી રીતે આપ્યા, તો બેંકે એક પોલીસ નોટ દેખાડી. એ નોટમાં સપષ્ટ લખ્યું હતું કે અરજીકર્તાના બેન્ક સ્ટેટમેન્ટની જાણકારી એક સહાયક પોલીસ નિરીક્ષક દ્વારા તપાસ માટે માંગવામાં આવ્યા હતા. ત્યાર પછી પતિએ આરોપ લાગવ્યો કે RTIથી જાણકારીમાં જાણવા મળ્યું કે પોલીસ નોટ ખોટી હતી અને આ પ્રકરની કોઈ પૂછપરછ કરવામાં ન આવી રહી હતી.

આ અરજીકર્તાની પત્નીએ કહ્યું કે એને આ અંગે કોઈ જાણકારી નથી. મહિલાની માનીએ તો તેઓ પોલીસ અધિકારી સાથે વાતચીત કરી ન રહી હતી અને ની સાથે જાણકારી વાતનો પણ કોઈ અંદાજ નથી કે એમના વકીલે આ જાણકારી કેવી રીતે કાઢી. એમણે એ પણ કહ્યું કે આ મામલે સંબંધિત પોલીસકર્મીની ધરપકડ પહેલા જામીન આપી દેવામાં આવી હતી. જયારે એમની વચગાળાની જામીન અરજી પર રોક લગાવી દીધી છે.

મહિલાના જેલમાં રહેવાથી તપાસમાં મળશે મદદ

ત્યાં જ પ્રોસીક્યુટરે દલીલનો વિરોધનો કરતા કહ્યું કે આ ફ્રોડની જાણકારી મેળવવા માટે મહિલાની પૂછપરછ જરૂરી છે. એ ઉપરાંત એક હસ્તક્ષેપ આવેદનના માધ્યમથી પતિની પણ અરજીનો વિરોધ કર્યો. જો કે અદાલતે કહ્યું કે આ મામલે સંબંધિત પોલીસ અધિકારીની વચગાળાની જામીન વધારવામાં આવી છે કારણ કે ગુનાના સંદર્ભમાં એમની પાસે કઈ મળ્યું નથી. અદાલતે કહ્યું કે મહિલાને જેલમાં રાખવાથી તપાસ અધિકારીને મદદ મળશે.

Read Also

Related posts

રસીકરણ/ દેશમાં અત્યાર સુધી 161 કરોડથી વધુ લોકોને અપાયો કોરોના વેક્સિન ડોઝ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

Bansari

આ સ્કીમમાં મળશે 30,000 રૂપિયા, કોણ માટે છે આ સ્કીમ અને કેવી રીતે કરવું અરજી; જાણો બધી ડીટેલ

Damini Patel

Third Wave/ કોરોનાની ત્રીજી લહેરમાં કાલે નોંધાશે સૌથી વધુ કેસ, જાણો કોણે અને શા માટે કર્યો આ દાવો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!