GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

બોયફ્રેન્ડ સાથે કોરોનાકાળમાં પાણી પુરી ખાતી હતી પત્ની અને પતિ જોઈ ગયો, એવું થયું કે કેસમાં પોલીસની થઈ એન્ટ્રી

સુરતના સીમાડા ગામમાં રહેતા રત્નકલાકારે પોણા બે વર્ષથી અલગ રહેતી પત્નીને તેના બોયફ્રેન્ડ સાથે કામરેજમાં પાણી પુરી ખાતા જોયા બાદ તેની પાસે છુટાછેટા માંગતા ઝઘડો થયો હતો. ઝઘડામાં રત્નકલાકારને પત્ની, સાળા અને બોયફ્રેન્ડે લાકડાના ફટકાથી માર માર્યો હતો. તો સામે પત્નીએ પણ પતિ સામે સોસાયટીના ગેટ પાસે રોકી કમર, ગાલ અને કાનના ભાગે પાસે ચપ્પુના ઘા માર્યા હોવાની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી હતી.

પ્રેમી સાથે પત્નીને જોઈ પીત્તો ગયો

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા શ્યામધામ મંદિર પાસે પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા સંગીતાબેન હરેશભાઈ ભલાણી (ઉ.વ.30 ) ના લગ્ન 33 વર્ષીય રત્નકલાકાર હરેશ ગોરધનભાઈ ભલાણી (રહે.37, પટેલ પાર્ક સોસાયટી, સીમાડા ગામ,સુરત ) સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી પોણા બે વર્ષથી તેઓ અલગ રહે છે. દરમિયાન, ગતસાંજે પાંચ વાગ્યે સંગીતા કામરેજમાં મિત્ર ગીગા કાબા સાથે પાણીપુરી ખાતી દેખાતા હરેશે તેની પાસે છૂટાછેડાની માંગણી કરી હતી. બાદમાં હરેશ સંગીતાની પાછળ તેની સોસાયટીના ગેટ સુધી ગયો હતો. ત્યાં સંગીતા, તેના ભાઈ પ્રકાશ અને બોયફ્રેન્ડ ગીગા કાબાએ લાકડી વડે માર માર્યો હતો. આ અંગે હરેશે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સામ સામે ફરિયાદ નોંધાવી

તો સામા પક્ષે સંગીતાએ પણ હરેશ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ હરેશે તેને રસ્તામા રોકી ગાળાગાળી કરી હતી અને તેની પાછળ સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ તેની સાથે ઝઘડો કરી કમર, ગાલ અને કાનના ભાગે પાસે છરી જેવા હથિયારથી ઇજા પહોંચાડી હતી.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!