GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

એક જ સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં પતિ-પત્ની, પ્રચારની રીત જાણી નહીં આવે વિશ્વાસ

ઝારખંડ વિધાન સભા ચૂંટણીમાં એક દંપતિ અત્યારે ચર્ચામાં છવાયું છે. ભવનાથપુર વિધાનસભા વિસ્તારમાથી અપક્ષ તરીકે પતિ-પત્ની (મનીષ કુમાર-પ્રિયંકા સિંહ) બંને મેદાનમાં છે અને સામ-સામે લડી રહ્યાં છે. રસપ્રદ વાત એ છે કે, બંને ઉમેદવારી પત્ર ભરવા પણ એક જ ગાડીમાં ગયાં હતાં અને પ્રચાર પણ સાથે જ કરી રહ્યાં છે.

એકજ સીટ પરથી ચૂંટણી લડી રહેલાં પતિ-પત્નીનું કહેવું છે કે, કોઇ રાજકિય મતભેદ નથી, પરંત્ય આ લોકતાંત્રિક અધિકાર છે. ચૂંટણી પંચને આપવામાં આવેલ એફિડેવિટ અનુસાર, પ્રિયંકા અને મનિષ બંનેમાંથી કોઇ પર પણ કોઇ કેસ નથી.

બંનેની ભેગી સંપત્તિમાં આઠ લાખ રૂપિયા રોકડ અને લગભગ ચાર લાખનાં ઘરેણાં છે. આ સિવાય બંનેને પૈતૃક સંપત્તિ રૂપે મળેલ ખેતી અને ગેર ખેતી લાયક જમીન છે. પ્રિયંકાએ બીએડ કરેલું છે તો મનીષ ગ્રેજ્યુએટ છે. બંને આવક માટે ખેતી અને વ્યવસાય કરે છે.

મનીષ અને પ્રિયંકાનું કહેવું છે કે, અમે બંને એકબીજ વિરૂદ્ધ ચૂંટણી જરૂર લડી રહ્યાં છીએ, પરંતુ એકબીજાને હરાવવા માટે નહીં. અમે બંને સાથે જ પ્રચાર કરીએ છીએ અને જનતાની સેવા માટે વોટ માંગીએ છીએ.

Related posts

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મધુવંતી ડેમમાં આવ્યા નવા નીરથી છલકાયો

pratik shah

સાત મહિનામાં આટલીવાર વિદેશ ફરવા ગઈ રિયા ચક્રવર્તી, ટ્રાવેલ હિસ્ટ્રીની મદદથી થયો આ ખુલાસો

Bansari

કેટલા બાળકો Corona સંક્રમિત છે સરકાર પાસે જ આંકડો નથી, સપ્ટેમ્બરમાં સ્કૂલો ચાલુ થવી મુશ્કેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!