આ ભાઈને પત્નીના પ્રેમના પારખા કરવાનો શોખ થયો, પછી જે હાલત થઈ છે કે… Video Viral થઈ ગયો

અનુરાગ બાસુની ફિલ્મ બર્ફીમાં રણબીર કપૂર પોતાના પ્રેમની પરીક્ષા ખૂબ ખતરનાક અને અનોખી રીતે લે છે. તે સ્ટ્રીટ લાઈટને પાડીને ચેક કરે છે કે છોકરી જો હટી તો તે તેને પ્રેમ નથી કરતી અને જો ન હટી તો તે તેના પર વિશ્વાસ કરી શકે છે. કંઈક આવાજ ફિલ્મી અંદાજમાં એક પતિ પોતાની પત્નીનો Love Test કરવા રાસ્તાની વચ્ચે ઉતરી ગયો.

આ ઘટના ચીનની છે. અહીં પૈન નામના એક વ્યક્તિને પોતાની પત્ની જોનો લવ ટેસ્ટ કરવાનું મન થયું. આ વાતને લઈને બન્નેની વચ્ચે ઝગડો થાય છે. પતિ ઘરેથી નિકળીને દારૂ પીવે છે ડ્રિન્ક કર્યા બાદ પત્નીને ફોન કરે છે અને પત્નીના આવતાની સાથે ફરી ઝગડો થાય છે.

નશામાં પતિ પ્રેમને તપાસવા રસ્તાની વચ્ચે ઉભો રહે છે પત્ની તેને ધણી વખત રસ્તાની વચ્ચેથી હટાવવાની કોશિશ કરે છે પરંતુ તે ત્યાંથી ખસતો નથી. ધણી ગાડીઓ તેની આજુ બાજુથી પસાર થાય છે પરંતુ તે ત્યાથી ખસવાનું નામ નથી લેતો. આ ચક્કરમાં એક ગાડી તેને ઉડાવી દે છે. તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. ત્યાં તેની સારવાર બાદ તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.

હોસ્પિલમાં આ વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, ‘હું ચેક કરી કહ્યો હતો કે મારી પત્ની મને રોકે છે કે નહીં. હું જાણવા માંગતો હતો કે જો તે મને પ્રેમ કરતી હશે તો તે મને ખેચી લેશે પરંતુ મારી કાર સાથે ટક્કર થઈ ગઈ અને હું ખૂબ ઘાયલ છું’

પેનને માથા અને છાતી પર ફ્રેક્ચર થયું છે. તેણે જણાવ્યું કે મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે કે મેં આ રીતે પત્નીને ચેક કરવાનો પ્રયત્ન કર્યો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter