GSTV

પ્રેમી સાથે વાર્તાલાપની ઓડિયો ક્લિપમાં એવું તો શું હતું કે પતિએ કરી લીધો આપઘાત, અમદાવાદની છે ઘટના

ગીતામંદિર રોડ પર રહેતા યુવકની પત્ની દિકરાને લઈને પિયર જતી રહેતા તે દુખી હતો. તે સિવાય તેની પેનડ્રાઈવમાં પત્ની અને તેના પ્રેમીની વાતચીતનું રેકોર્ડીંગ મળી આવ્યું હતું. જેને પગલે કાગડાપીઠ પોલીસે તેની પત્ની અને પ્રેમી વિરૃધ્ધ દુષ્પ્રરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ ગીતામંદિર રોડ પર રહેતા ભરતભાઈ ડી.મારૂ (૩૧)ના લગ્ન દક્ષાબહેન સાથે થયા હતા. ત્રણેક મહિના પહેલા દક્ષાબહેન તેમના ત્રણ વર્ષના દિકરાને લઈને પિયર જતા રહ્યા હતા. જેને કારણે ભરતભાઈ દુખી રહેતા હતા. દરમિયાન ૮ સપ્ટેમ્બરના રોજ સવારે પાંચ વાગ્યે ભરતભાઈ તેમના બે મોબાઈલ અને પેનડ્રાઈવ માતાને આપ્યા હતા અને ભાઈ દિપકને આપી દે જે એમ કહ્યું હતું. બાદમાં તે ઉંધી ગયો હતો. જોકે છ વાગ્યે માતા ગૌરીબહેને જોયું તો દિકરો ભરત દેખાયો ન હતો. તેમણે તપાસ કરતા બાજુના રૂમમાં ભરતે ગળાફાંસો ખાઈ લીધો હતો. સારવાર અર્થે તેને એલજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પણ તેને મૃત ઘોષિત કરાયો હતો.

અંતિમવિધી માટે ગૌરીબહેને ફોન કરીને દક્ષાબહેનને બોલાવ્યા હતા પણ તેમણે મારે કોઈ સંબંધ રાખવો નથી અને આવવું પણ નથી, એમ કહી દીધું હતું. અંતિમવિધી બાદ ગૌરીબહેને પેન ડ્રાઈવ અને મોબાઈલ તેમના દિકરા દિપકને આપ્યા હતા. પેનડ્રાઈવ મોબાઈલમાં લગાવીને જોતા તેમાં એક રેકોર્ડીંગ ક્લિપ હતી. જેમાં ભરતભાઈની પત્ની દક્ષાબહેન તથા તેના પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુભાઈ આઈ. મકવાણા સાથે વાતચીત કરી હોવાનું જણાયું હતું. તે સિવાય ભરતભાઈ કાલુ પાસે ઉભા રહીને વાતચીત કરતા હોવાનું રેકોર્ડીંગ હતું. આ રેકોર્ડીંગમાં ભરત મરી જશે તેવા શબ્દો સાંભળવા મળે છે. જેને પગલે ગૌરીબહેને તેમના દિકરાને આપઘાત કરવા દુષ્પ્રેરણ કર્યું હોવાની ફરિયાદ દક્ષાબહેન અને તેના પ્રેમી જીગ્નેશ મકવાણા વિરૃધ્ધ નોંધાવી હતી.

READ ALSO

Related posts

રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ટ્રમ્પ ઉપર થઈ શકે છે જીવલેણ હૂમલો, આ ટીવી પંડિતે કર્યો ચોંકાવનારો દાવો

Mansi Patel

ગાંધીનગરનાં સેક્ટર-14 ખાતે 572 ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપી આ ચીમકી

Nilesh Jethva

Whatsapp પર આ વીડિયો જોશો તો 10 જ સેકન્ડમાં તમારો ફોન થઇ જશે હેક, ભૂલથી પણ શેર ના કરતાં આ મેસેજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!