નવવધૂને બેવકુફ કહીં, તો લગ્નની ત્રણ જ મિનિટમાં દુલ્હને જજને કહે રફા-દફા કરો…

Valentines Weekની શરૂઆત થઈ ચુકી છે. રોઝ ડે બાદ પ્રપોઝ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. સૌ કોઇ એવું ઇચ્છતાં હોય છે કે તેનો પાર્ટનર તેને બિલકુલ પરફેક્ટ અંદાજમાં પ્રપોઝ કરે. પ્રપોઝ ડે પર લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જો કે આ ઘણું મુશ્કેલ કામ છે તેથી મોટાભાગના લોકો પ્રપોઝ કરવાનું ટાળતાં હોય છે. પ્રપોઝ કરીને સામે વાળી વ્યક્તિની ના આવે તે વાત સામાન્ય છે પરંતુ કુવૈતમાં તો એવી ઘટના બની છે કે દુલ્હાને ફક્ત ત્રણ જ મિનિટમાં લગ્ન કર્યા બાદ ડિવોર્સ આપી દીધા.

કુવૈતમાં એક દુલ્હને લગ્નની ફક્ત ત્રણ મિનિટ બાદ પતિને તલાક આપી દીધો. તેને દુનિયાના સૌથી ઓછા ચાલેલા લગ્ન માનવામાં આવે છે. હકીકતમાં કુવૈત સિટીની એક કોર્ટમાં લગ્ન માટે દુલ્હા દુલ્હન પહોંચ્યા હતા. તે સમયે દુલ્હન લપસીને નીચે પડી ગઈ. દુલ્હન નીચે પડતાની સાથે જ દુલ્હાએ તેને સ્ટૂપિડ (મુરખ) કહી દીધી.

દુલ્હાએ આમ કહ્યું તે દુલ્હનને જરા પણ પસંદ ન આવ્યું. તેનાથી નારાઝ થયેલી દુલ્હને લગ્નના કાગળ પર હસ્તાકસર તો કર્યા પરંતુ તેની ફક્ત ત્રણ મિનિટ બાદ જજને આ લગ્નને રફા-દફા કરવાનું કહી દીધુ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter