GSTV
Home » News » મહિલાનો x-Ray જોઈ ડોક્ટરના ઊડી ગયા હોશ, પ્રાઈવેટ પાર્ટમાંથી મળી આ વસ્તુ

મહિલાનો x-Ray જોઈ ડોક્ટરના ઊડી ગયા હોશ, પ્રાઈવેટ પાર્ટમાંથી મળી આ વસ્તુ

ઈન્દોરના ચંદન નગર પોલીસ સ્ટેશનમાંથી હેરાન કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા પતિએ પત્ની સાથે ઝઘડો થતાં બાઈકનું હેન્ડલ પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધું હતું. મહિલાએ 8 મહિના સુધી દુ:ખ સહન કર્યું હતું. પછી જ્યારે તેની તબિયત બગડી તો તેને એમવાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને ડોક્ટરોએ ઓપરેશન કરીને મહિલાના પેટમાંથી બાઈકનું હેન્ડલ કાઢ્યું. આ બાબત પર મહિલાના પતિની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે ઈન્દોરના ચંદન નગરની રહેવાસી પીડિત મહિલાને થોડા દિવસથી પેટમાં અસહ્ય દુખાવો થતો હતો.

તેના પરિવારે મહિલાને એમવાય હોસ્પિટલમાં દાખલ કરી. અહીં ડોક્ટરોએ મહિલાનો x-Ray કર્યો તો હોશ ઊડી ગયા. તેમણે જોયું કે મહિલાના પેટમાં બાઈકનું હેન્ડલ છે. જ્યારે મહિલાનો સીટી સ્કેન કરવામાં આવ્યો તો ખ્યાલ આવ્યો કે બાઈકનું હેન્ડલ ગર્ભાશય, પેશાબની કોથળી અને નાના આંતરડાની વચ્ચે છે. ત્યાર બાદ સોમેન ભટ્ટાચાર્ય, ડોક્ટર સંકલ્પ જોશી અને તેમની 19 સભ્યની ટીમે 4 કલાક ઓપરેશન કરીને મહિલાના પેટમાંથી હેન્ડલ કાઢ્યું. ડોક્ટરે જણાવ્યું કે મહિલાના પેટમાં ઘણા દિવસથી હેન્ડલ ફસાયેલું હતું. જેના કારણે ગર્ભાશયમાં ઈન્ફેક્શન વધી ગયું છે. હવે મહિલાની તબિયત સારી છે.

મહિલાની ફરિયાદ પર આરોપીને ગિરફ્તાર કરવામાં આવ્યો છે. ચંદન નગર પોલીસ સ્ટેશનના એસઆઈ એનકે ચતુર્વેદીએ જણાવ્યું કે, આરોપી પ્રકાશ મુંબઈમાં એક બેન્ડ-બાજાની દુકાનમાં કામ કરે છે. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ કહ્યું કે, તેનો પતિ હંમેશાં હેરાન કરતો હતો. તેનો કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે. જેના કારણે તે હંમેશાં મારી સાથે ઝઘડતો રહેતો હતો. એક દિવસ દારૂના નશામાં આવ્યો અને તેને મારવા લાગ્યો. તેણે ગુસ્સામાં બાઈકનું હેન્ડલ પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધું. પરંતુ શરમ આવવાના કારણે આ વાતની ફરિયાદ કરી નહીં. પણ જ્યારે મને અસહ્ય દુખાવો થયો ત્યારે હોસ્પિટલમાં દાખલ થઈ અને પોલીસમાં ફરિયાદ કરી.

Read Also

Related posts

આજે રાત્રે 12 વાગ્યાથી રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થઇ જશે, સરકારે કર્યા આ આદેશ

Nilesh Jethva

ભાજપ જિલ્લા પ્રમુખોના નામોની કરશે જાહેરાત, 4 ઝોનમાં સેન્સ લેવાની જવાબદારી આ નેતાઓને સોંપાઈ

Nilesh Jethva

25 લાખ વેપારીઓને આપશે મોદી સરકાર ઝાટકો, આકરા પગલાં ભરવા થયાં આદેશો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!