GSTV

પિયર જવાનું કહેતા પતિએ કર્યું એવું કે પત્નીને હોસ્પિટલમાં કરવી પડી દાખલ

Last Updated on June 24, 2019 by Mayur Vora

ગોતામાં પતિએ પત્ની પર એસિડ નાંખતા તેની પીઠ, છાતી અને પેટના ભાગે દાઝી જવાથી ઈજા થઈ હતી. સારવાર અર્થે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પત્નીએ પિયર જવાનું કહેતા પતિએ આ પગલું ભર્યું હોવાનું પોલીસે કહ્યું હતું. સોલા પોલીસે પતિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગોતામાં ગોતા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા દિપક સુભાષભાઈ  પટેલે છ મહિના પહેલા વૈદેહી નાયક નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ નજીવી બાબતે પતિ ત્રાસ આપવા લાગ્યો હતો. વૈદેહીબહેન પિયર ગયા ત્યારે પણ ઘરે આવી જા નહીતર જાનથી મારી નાંખીશ, એવી ધમકી આપી હતી.  

દરમિયાન વૈદેહીબહેને પિયર જવાની વાત કરતા પતિ દિપક ઉશ્કેરાયો હતો. બાદમાં તેણે બાથરૂમમાંથી ટાઈલ્સ સાફ કરવાનો એસિડ ટબમાં ભરીને છાંટતા વૈદેહીબેનના પેટ, છાતી અને પીઠમાં દાઝી જવાથી ઈજા પહોંચી હતી. સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા. સોલા પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!