GSTV

નાણામંત્રીનાં પતિ ગાઈ રહ્યા છે મનમોહન સિંહનાં ગુણગાન, મંદીથી બચવા માટે આપી આ સલાહ

Last Updated on October 14, 2019 by Mansi Patel

દેશમાં પ્રવર્તી રહેલી આર્થિક મંદીનો સામનો કરવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે હવે નિર્મલા સીતારમણના પતિએ અર્થવ્યવસ્થા મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે.

નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરે એક લેખ લખી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારને પી.વી. નરસિમ્હા રાવ અને મનમોહન સિંહની નીતિઓ શીખવાની સલાહ આપી છે. પી. પ્રભાકરે મોદી સરકારને નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ દ્વારા લાગુ કરાયેલા આર્થિક મોડલને અપનાવવા જણાવ્યું છે.

તેમણે વર્ષ 1991માં કથળેલી અર્થવ્યવસ્થાનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે ભાજપ તેમની સ્થાપના બાદથી ખુદ કોઇ આર્થિક માળખાનો પ્રસ્તાવ લાવી શકી નથી. ભાજપ ફક્ત નહેરુવાદી આર્થિક માળખાની ટીકા કર્યે રાખે છે.

તેમણે જણાવ્યું કે ભાજપનું હાલનું નેતૃત્વ કદાચ આ વાત જાણે છે આથી જ ચૂંટણી દરમ્યાન પક્ષે એ વાતનું ધ્યાન રાખ્યું કે તે અર્થવ્યવસ્થાને લઇને પ્રજા સામે કોઇ મુદ્દો ન ઉઠાવે.

READ ALSO

Related posts

સર્વેક્ષણ બાદ સી-વોટરની ભવિષ્યવાણી: ઉત્તર પ્રદેશમાં ભાજપ-યોગી સરકારનો રહેશે દબદબો

Pritesh Mehta

મોદી કેબિનેટનો નિર્ણય: સમગ્ર શિક્ષણ સ્કીમ 2.0ને મળી મંજૂરી, સરકારી શાળાઓમાં પણ હશે પ્લે સ્કૂલ

pratik shah

મોટા સમાચાર / PM નરેન્દ્ર મોદી કેબિનેટે લીધા મહત્વપૂર્ણ નિર્ણય, 2.95 લાખ કરોડ રૂપિયાની 2 યોજનાઓને મંજૂરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!