GSTV

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Last Updated on December 3, 2020 by

રાજકોટમાં ફરી એક વખત સંબંધોનું ખૂન થયું છે. પતિએ પત્નીની મિલકત તેનો પ્રેમી ઓળવી ના લે તે માટે પોતાના પિતરાઈ ભાઈ, ભાભી સહિત 3 વ્યક્તિઓએ મળી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. રાજકોટના આજીડેમ પોલીસે હત્યારા પતિ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને એક મહિલાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.પરંતુ ઘટના સ્થળનું નિરીક્ષણ કરતા શરૂઆતથી જ બનાવ ગુનાહિત હોવાની પોલીસને શંકા ગઈ હતી.

ગત ૩૦મી નવેમ્બરના રોજ માંડા ડુંગરની સુંદરમ પાર્ક સોસાયટીની શેરી નંબર 3 ના એક મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ સોસાયટીના રહેવાસીઓએ આજીડેમ પોલીસ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કરી હતી. જે બાદ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસને એક મહિલાની ગળાફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી હતી પરંતુ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતા શરૂઆતથી જ બનાવ ગુનાહિત હોવાની શંકા ગઈ હતી. જેથી તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી હતી. ત્યારે પીએમ રિપોર્ટમાં ડોક્ટરે પ્રાથમિક કારણ જણાવતાં સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ 302, 120(બી), 114 મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.

ભારતીબેન છેલ્લા દોઢ મહિનાથી તેના પ્રેમી સાથે રહેવા લાગ્યા હતા

મરણ પામનાર ભારતીબેન તથા તેના પતિના લગ્ન આશરે 15 વર્ષ પહેલા થયા હતા. બંનેના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં ચાર દીકરીઓ થવા પામી છે. જે પૈકી એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી પતિ-પત્ની વચ્ચે ગૃહ કલેશના કારણે રાગ-દ્વેષ થવા પામ્યો હતો. જે દરમિયાન ભૂતકાળમાં ચુનારાવાડ ખાતે મરણ જનાર ભારતીબેન તેના પાડોશી પ્રવીણભાઈ મેણીયા સાથે પ્રેમ સંબંધમાં હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. ભારતીબેન તેના પતિને છોડી છેલ્લા દોઢ મહિનાથી તેના પ્રેમી પ્રવીણભાઈ સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગ્યા હતા. તે દરમિયાન અવારનવાર તે પોતાની માલિકીના સુંદરમ પાર્ક ખાતેના મકાન ખાતે રહેવા માટે જતા અને ત્યાં કેટલાક દિવસ રોકાયા પણ હતા. ત્યારે ભારતીબેન ના નામે રહેલ સુંદરમ પાર્ક ખાતે આવેલા મકાનો તથા અન્ય મિલકત મેળવવા માટે હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ હત્યાના કાવતરામાં ખુદ ભારતીબેનનો પતિ આનંદ સાકરીયા તેનો પિત્રાઇ ભાઇ સંજય તેમજ પિતરાઈ ભાઈ સંજયની પત્ની વર્ષા પણ સામેલ હતી.

પોલીસની પૂછપરછમાં આરોપી આનંદ સાકરીયા એ જણાવ્યું હતું કે, ભારતી તેના પ્રેમી પ્રવીણ સાથે મૈત્રી કરાર માં રહેતી હતી તેમજ તેની સાથે રહેવા માટે મારી સાથે છુટાછેડા લેવા માંગતી હતી. ત્યારે છૂટાછેડા બાબતે સાત લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જે અંતર્ગત ભારતી એ પોતાના ઘરેણા ગીરવે મૂકીને છુટાછેડા બાબતે આપવાના થતા સાત લાખ રૂપિયા રોકડા આપ્યા હતા ત્યારે પૈસા હાથમાં આવતાં જ એ જ દિવસે પતિ આનંદ પોતાની પુત્રીઓને લઈ તેમજ પિતરાઈ ભાઈ સંજય, ભાભી વર્ષા દીવ ખાતે ફરવા ગયા હતા. જ્યાં આનંદ, સંજય અને વર્ષા એ મૃતક ભારતીના નામે રહેલ મકાનો મેળવવા માટે તેની હત્યાનું કાવતરું રચ્યું હતું.

લાશને લટકાવી દેવામાં આવી

ત્યારે કાવતરા ને અંજામ આપવા સંજય તેની પત્ની તેમજ મુખ્ય આરોપીની 16 વર્ષ ની દીકરી ને લઈ રાજકોટ પરત ફર્યા હતાં. ત્યારે 25 તારીખના રોજ રાત્રિના નવ વાગ્યા આસપાસ પૂર્વ આયોજિત રીતે આવી પહોંચેલા સંજયે આરોપી ધવલ મુકેશભાઈ પરમાર સાથે મળીને કોઈ બહાના હેઠળ મૃતકના ઘરે પહોંચી તેણીને ગળાફાંસો આપી તેની હત્યા કરી હતી. બાદમાં તેની લાશને લટકાવી દેવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ હત્યાનું કાવતરૂં રચનાર મુખ્ય આરોપી આનંદ સાકરીયા ને કામ થઈ ગયાની જાણ કરી હતી અને ત્યારબાદ તેઓ બધા દીવ પરત ફરી ગયા હતા. દીવથી રાજકોટ પરત ફર્યા બાદ આરોપી આનંદે ભારતીની લાશને સગેવગે કરવા માટે માંડા ડુંગર પાસે આટા ફેરા માર્યા હતા. પરંતુ તેમાં તેને સફળતા મળી નહોતી. પોલીસની પૂછપરછમાં મુખ્ય આરોપી આનંદે જણાવ્યું હતું કે, તે પોતાના માતા પિતા સાથે મુંબઈ રહેતો હતો. 14 વર્ષ ની ઉમરે તે મુંબઈ થી રાજકોટ પોતાના મામા સાથે રહેવા આવી ગયો હતો. પિતાના અવસાન બાદ આનંદે રાજકોટમાં ભારતી સાથે લગ્ન કર્યા હતા. પાંચ વર્ષ પહેલા માતાનું પણ અવસાન થતાં તેના લોકરમાંથી ૩૨ લાખ રોકડા તેમજ 35 તોલા ઘરેણાની મળ્યા હતા. રકમમાંથી આનંદે ભારતીના નામે સુંદરમ સોસાયટી માં 32 લાખના બે મકાન ખરીદ કર્યા હતા જ્યારે એક મકાન તો માતાએ હયાતીમાં જ લઈ આપેલું હતું. બંને મકાન અને ઘરેણા છૂટાછેડા થયા બાદ ભારતીનો પ્રેમી પ્રવીણ હડપ કરી જશે તેવી શંકાથી તેની હત્યા નીપજાવી હતી.

READ ALSO

Related posts

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari

રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો

Damini Patel

આશાદીપ સ્કૂલ પર હોબાળો મચાવનાર પૂર્વ કોર્પોરેટર સહિત 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, જાણો શું હતો સમગ્ર મામલો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!