GSTV

ઋતિક રોશનની ફેન હતી પત્ની, નારાજ પતિએ હત્યા બાદ જાતે પણ કરી લીધી આત્મહત્યા

બોલિવૂડ એક્ટર-એક્ટ્રેસ માટે ફેન્સનો પ્રેમ ઘણીવાર હદથી પાર થઈ જાય છે. બોલિવૂડ એક્ટર ઋતિક રોશન પર ફિદા એક મહિલાને પોતાની આ દિલ્લગીના કારણે જીવ ગુમાવ્યો હતો. ન્યૂયોર્ક શહેરમાં એક પતિએ પત્નીને એટલા માટે મારી નાખી કારણ કે તે એક્ટર ઋતિક રોશનને ખૂબ પસંદ કરતી હતી. પત્નીને માર્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધી.

ऋतिक रोशन- मृत पति-पत्नी (फेसबुक)

ન્યૂયોર્ક સ્થિત ક્વીંસ હોમના રહેનાર દિનેશ્વર બુદ્ધિદત્તે શુક્રવારે રાત્રે પોતાની પત્ની Donne Dojoyની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ દિનેશ્વર હાવર્ડ વચ્ચે એક મેદાનમાં ગયો અને વૃક્ષથી લટકીને પોતાનો જીવ આપી દીધો. આ કપલે ચાર મહિના પહેલા જુલાઈમાં જ લગ્ન કર્યા હતા.

પત્નીની બહેનને મોક્લ્યો હતો હત્યાનો મેસેજ

આત્મહત્યા પહેલા પોતે દિનેશ્વરે Donneની બહેનને મેસેજ કરી હત્યાની જાણકારી આપી હતી. સાથે એ પણ જણાવ્યું હતુ કે ઘરની ચાવી છોડના કુંડાની નીચે રાખી છે. આ ઘટનાના બે દિવસ પહેલા બુધવારે કોર્ટમાં દિનેશ્વરને પત્ની પર હુમલો કરવાનો દોષી માન્યો હતો. Donneએ કોર્ટથી દિનેશ્વરથી તેની સુરક્ષા કરવા માટે પ્રોટેક્શન ઓર્ડર માગ્યો હતો.

પૂછતાછ દરમિયાન Donneના એક મિત્રએ જણાવ્યું કે દિનેશ્વરે બોલિવૂડ એક્ટર ઋતિક રોશન પર ક્રશના કારણે Donne પર પહેલા પણ હિંસક હુમલો કર્યો છે. હાલ પોલીસ પતિ-પત્નીના મોતની તપાસ કરી રહી છે. Donne જેમિની અલ્ટ્રા લાઉંસમાં બારટેન્ડર હતી. તેની કલીગ માલા રામધાનીએ જણાવ્યું કે ઋતિક માટે Donneના ક્રશ અને પતિનો હિંસક બિહેવિયર વિશે જણાવ્યું હતુ.

READ ALSO

Related posts

… તો શું હવે મતદાન કરવા માટે જરૂરી હશે આધાર? જાણો શું છે મોદી સરકારની તૈયારી

Pritesh Mehta

કેરળની પરિસ્થિતિ અત્યંત ગંભીર: સતત છ દિવસોથી 20 હજારથી વધુ કેસ સામે આવ્યા, તંત્રની ચિંતામાં થયો વધારો

pratik shah

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!