GSTV

અમદાવાદના ચાંદખેડામાં પતિએ આ કારણે પત્નીની ગળુ દબાવી કરી હત્યા

અમદાવાદ શહેરના ચાંદખેડામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. પતિએ જ પત્નીની હત્યા કરી છે. કોટેશ્વર રોડ પર આવેલા ભગીરથ બંગલોમાં રહેતા 59 વર્ષીય મોતીભાઈ મકવાણાએ 48 વર્ષીય પત્ની જશીબહેનની હત્યા કરી હતી.

છેલ્લા અનેક દિવસોથી પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો.  સવારે બંને ઉઠયા ત્યારે બંને વચ્ચે ઝગડો શરૂ થયો હતો. પતિ પત્ની વચ્ચે મારામારી થતા પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આરોપી પતિ એસબીઆઈ બેન્કમાંથી નિવૃત્ત થયા હતા. જશીબહેન સાથે તેમના બીજા લગ્ન હતા. અગાઉ નિર્મલાબહેન સાથે તેમને લગ્ન કર્યા હતા.

પણ અકસ્માતમાં તેમનું મોત થયું હતુ. નિર્મલાબહેનના પાંચ સંતાનો જેમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. જ્યારે બીજા લગ્ન બાદ જશીબહેનને એક પુત્રી છે. જે હાલ ધોરણ 11માં અભ્યાસ કરે છે.

READ ALSO

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!