GSTV

છટકેલ ઘરવાળો: પત્નીએ કોર્ટ કેસ પાછો ન ખેંચ્યો તો પતિએ દાંતથી બચકું ભરીને નાક તોડી નાખ્યું, લોહીલુહાણ થઈ ગઈ ઘરવાળી

Last Updated on September 26, 2021 by Pravin Makwana

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં છટકેલ પતિની કાળી કરતૂત સામે આવી છે. પત્ની દ્વારા ભરણપોષણ માટે કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસથી કંટાળીને પતિએ પોતાના દાંતથી પત્નીનું નાક કાપી નાખ્યું હતું. પતિ તેના પર કેસ પાછો ખેંચવા દબાણ કરી રહ્યો હતો, પરંતુ પત્નીએ ના પાડી, આ વાતથી નારાજ થઈને પતિએ ઘૃણાસ્પદ પગલું ભર્યું હતું. પીડિતાની સારવાર ચાલી રહી છે, જ્યારે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

પત્ની

પાડોશીઓ હોસ્પિટલ પહોંચ્યા હતાં

આ મામલો શુક્રવારે બપોરે અંજુમન કોલોનીમાંથી પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં આરોપી પતિ દિનેશ ટીનાના ઘરે પહોંચ્યો હતો. તેણે કેસ પાછો ખેંચવા માટે ટીના અને બંને પુત્રીઓ સાથે વિવાદ શરૂ કર્યો હતો. આ દરમિયાન તેણે દાંત વડે પત્નીનું નાક કાપી નાખ્યું અને સ્થળ પરથી ભાગી ગયો હતો. પડોશીઓની મદદથી મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં આલોટ હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. તે જ સમયે, આ મામલામાં કેસ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

મહિલા

2008 માં લગ્ન કર્યા

રતલામ જિલ્લાના આલોટની રહેવાસી ટીના માલીના લગ્ન 2008 માં ઉજ્જૈનના ઝાડા ગામના રહેવાસી દિનેશ માલી સાથે થયા હતા. ટીનાએ કહ્યું કે દિનેશ કંઈ કામ કરતો નથી, લગ્ન પછી થોડા સમય બાદ દિનેશે દારૂ પીવાનું શરૂ કર્યુ. મારપીટ અને હેરાનગતિથી કંટાળીને ટીના તેની બે પુત્રીઓ સાથે તેના મામાના ઘરે આવી હતી. અહીં તે રસોડાનું કામ કરીને ગુજરાન ચલાવી રહી છે.

પરંતુ 2019 માં ટીનાએ તેના પતિ સામે કોર્ટમાં ભરણપોષણ માટે કેસ દાખલ કર્યો હતો. તેનાથી ગુસ્સે ભરાયેલા દિનેશ તેના પર કેસ પાછો ખેંચવા દબાણ કરી રહ્યા હતા.

READ ALSO

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!