અંગતપળોના વીડિયો ઉતારી પતિ કરતો હતો પત્નીને બ્લેકમેઇલિંગ, હનિમૂનમાં જ અદલા -બદલીની કરી હતી ઓફર

ક્યારેક એવા કિસ્સાઓ બહાર આવતા હોય છ કે સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે જે વાંચીને આપને થશે હવે ભરોસો કરવો તો કોની પર કરવો એક પતિએ પત્ની સાથેના અંગત સંબંધોના વીડિયો ઉતારી પત્નીને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું છે. જેને પગલે પત્નીએ પોલીસ સ્ટેશનના દ્રાર ખખડાવ્યા છે. સુરતનાં અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતી પરિણીતાનાં તેનો તેનો પતિ દારૂનાં નશામાં અમાનવીય અત્યાચાર ગુજારતો હતો, એટલું જ નહીં પરંતુ તેણે બેડરૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવીને પત્ની સાથેની અંગતપળોનો વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો.

સાસુ-સસરા પણ દીકરાનો સાથ આપતાં પરિણીતા પોલીસ સ્ટેશને પહોંચી

બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતા યુવકનાં લગ્ન 25 વર્ષિય સોનલ સાથે થયા હતા. બંને હનીમૂન માટે સિંગાપોર ગયા હતા. યુવકે પત્નીને અહીં પોતાના મિત્રોને કંપની આપવા કહ્યું હતુ. પત્નીએ પતિની વાત ના માનતા તેની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. તો ઘરે આવ્યા બાદ સાસુ અને સસરા પણ ઘરકામ સારું ના કરતી હોવાના બહાના આપી ટોણા મારવાનું શરૂ કર્યું હતુ. પતિ અવાર-નવાર દારૂનાં નશામાં પત્નીને મારતો અને બીજી તરફ સાસુ-સસરા પણ પોતાના દીકરાનો જ પક્ષ લેતા હતા.

અંગતપળોનો વીડિયો વાયરલ કરવાની આપતો ધમકી

પતિએ તમામ હદો પાર કરતા પત્ની સાથેની અંગતપળોનો વિડીયો સીસીટીવીમાં ઉતાર્યો હતો, ત્યારબાદ પત્નીને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો અને પીડિતાને ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે પીડિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter