IVF ટેકનિકથી પ્રેગ્નન્સીને લઈને હજુ પણ ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ઘણા દેશોમાં ઘણી મુશ્કેલીઓ છે અને ઘણા નિયમો સ્પષ્ટ નથી, પરંતુ આ બધાની વચ્ચે લંડનથી એક સારા સમાચાર સામે આવ્યા છે. અહીં ઉત્તર લંડનમાં રહેતા 38 વર્ષીય ટેડ જેનિંગ્સને આખરે તેમના શુક્રાણુ અને તેમની સ્વર્ગસ્થ પત્ની ફર્ન-મેરી ચોયાના ઇંડા/અંડાશયમાંથી બનાવેલ ગર્ભનો ઉપયોગ કરવા માટે કોર્ટની મંજૂરી મળી ગઈ છે. અહેવાલ મુજબ, ચોયાનું 2019માં કસુવાવડ પછી મૃત્યુ થયું હતું, જ્યારે તે જોડિયા છોકરીઓ સાથે 18 અઠવાડિયાની ગર્ભવતી હતી. 40 વર્ષીય ચોયા, 2013 થી ઘણા IVF ચક્રમાંથી પસાર થઈ હતી અને ઘણી વખત કસુવાવડ થઈ હતી.
પત્નીના મૃત્યુ બાદ પરવાનગી માંગવામાં આવી હતી
તેની પત્નીના મૃત્યુ પછી, ટેડ જેનિંગ્સ 2018 માં તેની પત્ની સાથે બનાવેલ એક બચેલ ભ્રૂણનો સરોગસી માટે ઉપયોગ કરવા માંગતા હતા. લંડનના એક ખાનગી પ્રજનનક્ષમતા ક્લિનિકમાં ભ્રૂણને સાચવવામાં આવ્યું છે. તેમની અપીલને પગલે, ઇન્વેસ્ટમેન્ટ મેનેજરે હાઇકોર્ટના જજને કાયદેસર રીતે ભ્રૂણનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા કહ્યું. કોર્ટ પાસેથી તેની પરવાનગી માંગવામાં આવી હતી કારણ કે તેની સ્વર્ગસ્થ પત્ની મૃત્યુ પહેલા આ અંગે લેખિત સંમતિ આપી શકતી ન હતી. આ અરજી પહેલા હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રીયોલોજી ઓથોરિટી (HFEA) દ્વારા નકારી કાઢવામાં આવી હતી.

જજે અરજીની તરફેણમાં ચુકાદો આપ્યો
બુધવારે, ટેડ જેનિંગ્સની અરજી પર સુનાવણી કરતી વખતે, કોર્ટે ટેડના સમર્થનમાં ચુકાદો આપ્યો. ન્યાયાધીશ જસ્ટિસ થિસે કહ્યું કે તેઓ સંતુષ્ટ છે કે ચોયાએ તેમના મૃત્યુની સ્થિતિમાં ભ્રૂણના ઉપયોગ માટે સંમતિ આપી હતી. તેણે કહ્યું કે ચોયાને લેખિતમાં સંમતિ આપવાની પૂરતી તક મળી ન હતી કારણ કે તેણે IVF પ્રક્રિયા દરમિયાન જે ફોર્મ ભર્યું હતું તેમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું કે મહિલાએ તેના મૃત્યુ પછી પરિવારને સંમતિ આપવા માટે શું કરવું જોઈએ.
આગળની લેખિત સંમતિને અવરોધશે નહીં
ન્યાયાધીશે કહ્યું કે આ કેસમાં અધિકારોનો કોઈ સંઘર્ષ નથી અને જેનિંગ્સને મંજૂરી આપવી એ એક વૈધાનિક યોજનાના એક ,મૌલીક ઉદ્દેશને કમજોર કરતુ નથી. જજે એ પણ કહ્યું કે જેનિંગ્સના કેસ પછી હવે લેખિત મંજૂરી અવરોધ નહિ બને.

ઘર ગીરો રાખવું પડ્યું
સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે એકાઉન્ટન્ટ ફર્ન-મેરીએ 2013 અને 2014માં IVF સારવારના ત્રણ અસફળ ચક્રનો સામનો કર્યો હતો. તેણી 2015 અને 2016 માં કુદરતી રીતે ગર્ભવતી થઈ હતી પરંતુ દુ:ખદ રીતે બે કસુવાવડનો ભોગ બની હતી. સગર્ભાની સારવારના ખર્ચને કારણે બંનેને ઘર ગીરો રાખવું પડ્યું હતું. ફર્ન-મેરી 2018 ના અંતમાં ગર્ભવતી થઈ, પરંતુ 18 અઠવાડિયામાં જટિલતાઓને કારણે તેનું ગર્ભાશય ફાટી ગયું. ફેબ્રુઆરીમાં ફર્ન-મેરીના મૃત્યુ પછી, તેનો એક ભ્રૂણ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો.
Read Also
- મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો