GSTV
Home » News » પત્નીએ અડધુ બિલ ના આપતા પતિએ બોલાવી પોલીસ, બંને રેસ્ટોરન્ટમાં જમ્યા હતા

પત્નીએ અડધુ બિલ ના આપતા પતિએ બોલાવી પોલીસ, બંને રેસ્ટોરન્ટમાં જમ્યા હતા

આજસુધી તમે પતિ-પત્નીની વચ્ચે કેટલીક પ્રકારની નોક-ઝોંક અંગે સાંભળ્યું હશે, પરંતુ ઓસ્ટ્રેલિયાના કેનબરામાં પતિ-પત્ની વચ્ચે નાની-અમથી વાત અંગે એવુ થયુ કે પતિએ રૌદ્ર સ્વરૂપમાં આવીને ફોન કરીને પોલીસને બોલાવી લીધી.

તમને સાંભળવામાં ભલે આશ્ચર્ય લાગે, પરંતુ આ વાત સાચી છે. ઓસ્ટ્રેલિયાના કેનબરામાં એક દંપત્તિની સાથે આવી ઘટના બની છે. પરંતુ આ દંપતિની લડાઈ જે વાત પર થઇ છે, તે જાણીને તમારું મગજ ચકરાઈ જશે. ખરેખર, અહીં પતિએ પોતાની પત્નીની ફરીયાદ કરીને પોલીસને ફોન કર્યો. તેમણે કહ્યું કે તેની પત્નીએ બહારથી ચાઈનીઝ ખાવાનો ઑર્ડર કર્યો હતો, પરંતુ હવે તેની પત્ની ખાવાનુ અડધુ બિલ આપવાનો ઈનકાર કરી રહી છે. પતિની ફરીયાદ પર સિડની શહેર કે સી ફૂડ રેસ્ટોરન્ટ પહોંચી. પોલીસ પણ આ મામલો સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ.

મહત્વનું છે કે પતિ આ વાતથી ખૂબ નારાજ હતો કે પત્નીએ ચાઈનીઝ ખાવાનો ઑર્ડર કર્યો અને ફરી બિલ અડધુ આપવાનો ઈનકાર કર્યો. પત્ની ઈચ્છતી હતી કે ખાવાનુ બિલ પતિ જ ભરે, પરંતુ પતિને આ વાત પસંદ આવી નહીં. તેણે ઈમરજન્સી નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી લીધી. જોકે, પોલીસના એક અધિકારીએ પતિને સમજાવતા કહ્યું કે ઈમરજન્સીમાં ત્યારે ફોન કરવો જોઈએ, જ્યારે ખરેખર ઈમરજન્સી હોય. હોટલના સીસીટીવીમાં કેદ ફૂટેજમાં પોલીસ અધિકારી શખ્સને પોતાની ગાડીમાં બેસાડતા જોવા મળી રહ્યાં છે. જેનો વિરોધ કરનાર એક વ્યક્તિએ પોલીસને લોકશાહી દેશ હોવાની વાત યાદ અપાવી છે.

પતિએ કહ્યું કે કોઈ હોટલમાં ખાવાનુ ખાઇને મેં કોઈ દંડ કર્યો નથી. આ મામલે નૉર્થ શોર પોલીસ એરિયા કમાન્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે પોલીસને આ અંગે કોઈ જાણકારી નથી કે અંતમાં જમવાનુ બિલ કોણે ભર્યુ હતું.

READ ALSO

Related posts

આ ઈન્ટરનેશનલ કંપનીએ ગુજરાતનાં ખેડૂતો સામે કર્યો કેસ

Mansi Patel

તો આ કારણે પ્રિયંકા ગાંધી મોદી વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ન ઉતર્યા

Mayur

સેકન્ડમાં જ આખા શહેરનો ખાત્મો બોલાવી શકતી સબમરીનનું નિર્માણ કર્યું આ દેશે

Mayur