GSTV

ઓ બાપ રે… પતિએ સેક્સ માટે ઓનલાઇન બોલાવી કોલગર્લ, સામે આવી તો નીકળી પત્ની

ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ ઘટતી હોય છે તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. એ સમયે બંને પાસે કોઈ વિકલ્પ બચતો નથી. આવી જ એક ઘટના સામે આવી છે ઉત્તરાખંડના કાશીપુરમાં. જેમાં એક પતિએ સેક્સ માટે એક કોલગર્લને બોલાવી હતી. જ્યારે આ કોલગર્લ પહોંચી તો તેના હોંશ ઉડી ગયા કારણ કે કોલગર્લ બીજી કોઈ નહીં પણ તેની પત્ની હતી. આ ઘટના બહાર આવ્યા બાદ ટોક ઓફ ધી ટાઉન બની છે.


પતિએ વ્હોટ્સએપ પર એક મહિલા દલાલનો સંપર્ક કર્યો હતો. જેની પાસે તેને કોલગર્લની માગણી કરી હતી. જ્યારે કોલગર્લ તેની પત્ની જ નીકળતાં દંપત્તી વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. બંનેએ એકબીજા સામે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.
થોડા વર્ષ પહેલાં દિનેશપુરમાં રહેતા આ યુવકના લગ્ન કાશીપુરમાં આઈટીઆઈ ક્ષેત્રમાં રહેતી યુવતી સાથે થયા હતા. જોકે, પત્ની લગ્ન બાદ પતિ સાથે ન રહેતાં પિયરમાં રહેતી હતી. તે સાસરી ભાગ્યે જ આવતી હતી.


એક દિવસે યુવતીની એક મિત્રએ તેના પતિને પત્ની કોલગર્લનો વ્યવસાય કરતી હોવાનું જણાવ્યું હતું. જેનું કારણ એ હતું કે યુવકની પત્નીને તેની મિત્ર સાથે ઝઘડો થયો હતો. પતિએ શ્યામપુરમાં રહેતી એક મહિલા દલાલનો વ્હોટેસએપ પર સંપર્ક કરતાં મહિલા દલાલે તેને કેટલાક ફોટોગ્રાફ આપ્યા હતા. જેમાંથી યુવકે પત્નીની તસવીર જોઈ તેને જ બોલાવી હતી. મહિલા દલાલનો નંબર પણ યુવકને પત્નીની મિત્રએ જ આપ્યો હતો.

મહિલા દલાલને યુવકે પત્નીનો જ ફોટોગ્રાફ મોકલી એ યુવતીને આ સરનામે મોકલી દેવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ યુવતી મહિલા દલાલે આપેલા સરનામે પહોંચતાં પતિ અને પત્ની વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. પત્નીએ આરોપ મૂક્યો છે કે પતિનો તેની મિત્ર સાથે આડોસંબંધ છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

Related posts

મોંઘવારી આસમાને પહોંચતાં આ દેશે બહાર પાડી 5000ની બેન્ક નોટ, 300 ટકાએ પહોંચ્યો મોંઘવારીનો દર

Bansari

એન્યૂટી પ્લાન/ રીટાર્યમેન્ટ બાદ પણ મેળવી શકો છો પેન્શન સાથે રીટર્ન જાણો શું છે પ્લાન

Mansi Patel

એલન મસ્કની નજર હવે મુકેશ અંબાણીના બિઝનેસ પર, હવે આ સેક્ટરમાં ધૂમ મચાવવાની તૈયારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!