GSTV
Home » News » 71 વર્ષના લગ્ન જીવન બાદ એક સાથે જ દુનિયાને કહ્યું અલવિદા, જાણો આ દંપતિની અનોખી લવ સ્ટોરી

71 વર્ષના લગ્ન જીવન બાદ એક સાથે જ દુનિયાને કહ્યું અલવિદા, જાણો આ દંપતિની અનોખી લવ સ્ટોરી

મોર્ડન યુગમાં સાચો પ્રેમ પામવો ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. આજ કાલ યુવા વિચાર પ્રેમ પામવા માટે દિવસ રાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ અને ડેટિંગ સાઈટ પર લાગેલા હોય છે. તેમ છતા એ વાતની કોઈ ગેરેન્ટી નથી હોતી કે તમને સાચો પ્રેમ મળે કે નહીં.

અવામાં એક જોર્જિયાના રહેનાર વૃદ્ધ દંપતિની પ્રેમ કહાણી દરેક લોકોનું ધ્યાન તેમની તરફ ખેચી રહી છે. જેમણે હાલમાં જ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના મોતની સૌથી અદભુત વાત એ રહી કે તેમની મોત એક જ દિવસે થઈ. આ દંપતિએ પોતાના લગ્ન જીવનના 71 વર્ષ એક સાથે જ વિતાવ્યા અને દુનિયાથી એક સાથે જ વિદા થઈ ગયા.

જોર્જિયાના રહેવાસી 94 વર્ષના હાર્બર્ટ ડિલેગ અને 88 વર્ષ મર્લિન ફ્રાંસિસ ડિલેગની પ્રેમ કહાણી 72 વર્ષ પહેલા શરૂ થઈ હતી. એક વર્ષ ડેટિંગ કર્યા બાદ બન્નેએ લગ્ન કરી લીધા. ગયા વર્ષે એક ઈન્ટરવ્યુ વખતે હોર્બર્ટે જણાવ્યું હતું કે તે વખતે મર્લિન વ્હાઈટ  વે કેફે નામના એક નાના કેફેમાં કામ કરતી હતી.

એક દિવસ તે પોતાના મિત્રને મળવા ત્યાં પહોંચ્યા હતા. જેવું તેમણે મર્લિનને જોયું તે તે પોતાનું દિલ આપી બેઠા. પરંતુ મર્લિને કંઈ કહેવાની હિંમત ન ચાલી. પછી શરમાતા તેમણે મર્લિનને ડેટ પર જવા માટે કહ્યું. તે પોતાની પહેલી ડેટ પર મૂવી જોવા ગયા હતા. લગભગ એક વર્ષ સુધી બન્ને મળતા રહ્યા ત્યાર બાદ તેમણે લગ્ન કરી લીધા.  

લગ્ન બાદ મર્લિને પતિ  સાથે જર્મનીમાં છ વર્ષ વિતાવ્યા. જ્યાં દ્વિતિય વિશ્વ યુદ્ધ વખતે તેમણે સેનામાં સેવા આપી હતી. હાર્બર્ટે કોરિયા અને વિયતનામમાં પણ નોકરી કરી અને 22 વર્ષની સેવા કર્યા બાદ રિટાયર્ડ થઈ ગયા. બન્નેના 6 બાળકો અને 16 પૌત્ર-પૌત્રીઓ અને 25 પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે.

Read Also

Related posts

પીએમ મોદીએ ત્રીજી વખત કરી મન કી બાત, મહાત્મા ગાંધી અને ભગવાન શ્રી કૃષ્ણને કર્યા યાદ

Mayur

ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરતી 400 કંપનીઓને 10 હજાર કરોડનું નુકશાન

Arohi

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!