GSTV

ગર્લફ્રેન્ડ સાથે જલસા કરી રહ્યો હતો પતિ, પત્ની વીડિયો ઉતારવા લાગી અને જોત જોતામાં તો….

કંપનીમાં કામ કરતી યુવતીએ એક સોફિટવેર એન્જિનિયર સાથે 2 મહિના પહેલાં લગ્ન કર્યા. થોડા સમય બાદ જાણ થઇ કે તના પતિનું અફેર તો છે તેથી તે પતિની જાસૂસી કરવા લાગી. એક દિવસ તેણે પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે કારમાં જોઇ લીધો તેથી તે વીડિયો બનાવવા લાગી. આ વાત ગર્લફ્રેન્ડે પસંદ ન આવી અને તેના પર કાર ચડાવી દીધી. આ સનસનીખેજ ઘટના ઉત્તર પ્રદેશના નોએડાની છે.

મહિલાને જ્યારે સૂચના મળી કે તેનો પતિ પ્રેમિકાની કારમાં ફરી રહ્યો છે તો તેને પકડવા પહોંચી ગઇ. તે કાર સામે મોબાઇલથી વીડિયો બનાવા લાગી ત્યારે તેના પતિની પ્રેમિકાએ તેને ટક્કર મારી જેથી મહિલા ઘાયલ થઇ ગઇ. હોસ્પિટલમાં સારવાર બાદ મહિલાએ પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો.

પીડિત મહિલા મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે જ્યારે તેનો પતિ એક આઇટી કંપનીમાં કામ કરે છે. બંને પહેલાંથી જ એકબીજાને ઓળખતાં હતા તે બાદ તેમણે જાન્યુઆરી 2017માં લગ્ન કર્યા.

થોડા જ સમય પહેલાં પતિની હરકતો પર પત્નીને શંકા થઇ. જ્યારે તેણે તપાસ કરી તો ઑફિસમાં જ એક યુવતી સાથે તેના અફેરની જાણ થઇ. પત્ની તેના પર નજર રાખવા લાગી અને પુરાવા એકઠા કરવા લાગી. કોઇ બીજી વ્યક્તિની મદદથી તે પતિની એક્ટિવિટી પર નજર રાખતી હતી. 15 જુલાઇની સાંજે 7 વાગ્યે તેને જાણ થઇ કે પતિ તેની પ્રેમિકા સાથે કારમાં ફરી રહ્યો છે. જાણકારી મળતાં જ પત્ની તે સ્થળે પહોંચી ગઇ.

મહિલાએ પોલીસને જણાવ્યું કે તેણે બંનેને કારમાં જોયા તો પતિને ફોન કર્યો પરંતુ પતિએ ફોન રિસિવ ન કર્યો. મહિલા તે કારની સામે પહોચી અને પુરાવા માટે વીડિયો બનાવવા લાગી. તેને જોઇને પતિની ગર્લફ્રેન્ડે કાર ચલાવી દીધી. જેની ટક્કરથી મહિલા પડી ગઇ. જે બાદ તેણે પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો.

Read Also

Related posts

કોરોના વાયરસનો કહેર:, કેસોની સંખ્યા સાડા પંદર લાખ નજીક પહોંચી, મૃત્યુઆંક ૯૦ હજાર પર પહોંચ્યો

pratik shah

Coronaના કહેરના 100 દિવસ: દુનિયાભરમાં અધધ 95 હજારથી વધુ લોકોને ભરખી ગયો, 16 લાખને ભરડામાં લીધાં

Bansari

લૉકડાઉન: દિલ્હીમાં ફસાયા જયા બચ્ચન, બર્થ ડે પર મા માટે અભિષેકે લખી ઇમોશનલ પોસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!