GSTV
Ahmedabad Life Relationship Trending ગુજરાત

અમદાવાદમાં પતિએ પત્ની પર ચોરીનો લગાવ્યો આરોપ, પત્નીએ કહ્યું બાયોસેક્સુઅલ પતિના હોસ્પિટલ સ્ટાફ સહિત અનેક સ્ત્રી-પુરુષો સાથે છે લગ્નેતર સંબંધો

પતિ-પત્નીના ઝઘડાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યારે પતિએ પત્ની પર ચોરીનો આરોપ લગાવ્યો તો પત્નીએ સામે તેના પતિ પર બાયોસેક્સ્યુઅલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના અમદાવાદની છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક 32 વર્ષીય ડૉક્ટરે તેની પત્ની પર તેની હોસ્પિટલમાંથી સ્કેનર મશીન ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં પત્નીએ પણ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો છે કે તેનો પતિ બાયસેક્સ્યુઅલ છે. આ સાથે તેણે વૈવાહિક બળાત્કારનો પણ આરોપ લગાવ્યો હતો. ડૉક્ટર પતિ હોસ્પિટલમાં સર્જન છે. આ બંનેએ થોડા વર્ષો પહેલા જ લગ્ન કર્યા હતા.

એક રિપોર્ટ અનુસાર આ બંનેના બીજા લગ્ન હતા. પત્નીને તેના પહેલા લગ્નથી 11 વર્ષનો પુત્ર પણ છે. બંને ખૂબ ખુશ હતા. પરંતુ પછીથી નાની-નાની ઘરેલું બાબતોને લઈને બંને વચ્ચે અણબનાવ શરૂ થયો. ફરિયાદમાં તબીબ પતિએ જણાવ્યું હતું કે રવિવારે સવારે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. લડાઈ બાદ તે ઘર છોડીને નીકળી ગયા અને આખી રાત બહાર રહ્યો હતો.

સ્કેનર મશીન ચોરી કરવાનો લગાવ્યો આરોપ

સોમવારે સવારે જ્યારે ડોક્ટર પોતાની હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે 3 લાખ રૂપિયાની કિંમતના સ્કેનર મશીન અને 20 હજારરૂપિયાના સીસીટીવી કેમેરાની ડીવીઆરવાળી એલઈડી સ્ક્રીન ગાયબ હતી. ડૉક્ટર પતિએ તેની હોસ્પિટલની સામે આવેલા મેડિકલ સ્ટોરના માલિકને પૂછપરછ કરી. તેની પાસે હોસ્પિટલની ચાવીઓનો બીજો સેટ હતો. મેડિકલ સ્ટોરના માલિકે જણાવ્યું હતું કે રવિવારે સાંજે તેની પત્નીએ ચાવીઓ લીધી હતી અને પરત કરી નથી.

પત્નીએ અન્ય કયા કયા આક્ષેપો કર્યા

પતિની ફરિયાદ બાદ પત્નીએ પણ પોતાની ફરિયાદમાં પતિ અને સાસરિયાઓ પર દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેણીએ કહ્યું કે લગ્ન પછી જ તેણીને ખબર પડી કે તેનો પતિ બાયસેક્સ્યુઅલ છે અને હોસ્પિટલના સ્ટાફ સહિત અનેક સ્ત્રી-પુરુષો સાથે લગ્નેતર સંબંધો ધરાવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દુર્લભ બિમારીથી પીડાય છે સામંથા રૂથ પ્રભુ, ઇલાજ માટે જશે સાઉથ કોરિયા

Siddhi Sheth

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, ઉત્તર ગુજરાતમાં ત્રણ જનસભા

pratikshah

દિલ્હીની AIIMS પર સાઈબર એટેકનો મામલો: હેકર્સનું પગેરું શોધવા મથામણ, NIAની ટીમ પણ તપાસમાં જોડાઈ

Kaushal Pancholi
GSTV